યુવરાજે જાહેરમાં જ માતાને પૂછ્યું, ‘ક્યારે કરશો મારા લગ્ન?’
Agency, New Delhi
| Jul 08, 2012, 10:55AM IST
કેન્સરને પરાસ્ત કરી ચૂકેલો ભારતીય ક્રિકેટ યુવરાજ સિંહ પોતાના રમૂજી સ્વભાવ માટે જાણીતો છે. તે પત્રકારોના પ્રશ્નોના જવાબો પણ ક્યારેક પોતાની આવી રમૂજી સ્ટાઈલથી આપતો હોય છે. હાલમાં જ એક પત્રકાર પરિષદમાં યુવરાજને પત્રકારોએ તેના લગ્ન અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો યુવરાજે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો.






