Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

ટીમ ઈન્ડિયા માટે લકીચાર્મ બનશે યુસુફ પઠાણ

 
Source: Dharma desk, Ahmedabad   |   Last Updated 4:45 PM [IST](12/01/2011)
 
 
 
 
 

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉંડર યુસૂફ પઠાણ માટે 2011 ખૂબ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે યુસુફ અનેક રેકોર્ડ બ્રેક કરશે.


વિશ્વકપમાં પણ તેઓ ધમાકેદાર પ્રદર્શન કરશે. યુસુફનો ભાગ્યોદય થઈ ચુક્યો છે. તેઓ ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી પોતાનું જોરદાર પર્ફોમન્સ આપશે.


યુસુફના ગ્રહો ઈશાર કરી રહ્યા છે કે ઓગસ્ટ 2011 સુધી તેઓ ફક્ત સારું પર્ફોમન્સ આપશે એટલું જ નહીં, તેઓ અનેક રેકોર્ડને પણ બ્રેક કરશે. યુસુફ પઠાણની કુંડળીમાં કાલસર્પ દોષ છે. આ કારણે તેઓ લાંબા સમય સુધી ટીમની બહાર રહેશે. તેમના જીવનમાં ટીમની અંદર બહારનો સિલસિલો ચાલ્યા કરશે. પરંતુ બહાર જતા જ તેઓ જોરદાર એન્ટ્રી કરીને ટીમમાં સામેલ થશે. યુસુફની કુંડળીમાં ચતુગ્રહી યોગ બની રહ્યો છે.


મંગળ ધન રાશિમાં સ્થિત છે અને કેતુની સાથે મળીને અંગારક યોગ બની રહ્યો છે. વર્તમાનમાં ગોચરમાં પણ અંગારક યોગ બની રહ્યો છે.અંગારક યોગ હોવાને કારણે પણ તેમનું પ્રદર્શન અનુકૂળ છે અને અંગારક યોગ 8 જાન્યુઆરી સુધી રહેશે અને યુસુફનું પ્રદર્શન ખૂબ સારું રહેશે. મંગળ અને કેતુની યુતિ છઠ્ઠા ભાવમાં હોવાથી ખેલમાં વર્ચવસ્વ તો મળશે જ સાથે જ તેમના પ્રદર્શનથી સૌ કોઈ ઈમ્પ્રેસ થઈ શકશે. પ્રભાવિત થઈ જશે.


ચતુર્ગ્રહી યોગ એટલે કે ચાર ગ્રહ પાંચમા ભાવમાં હોવાથી પઠાણ અત્યંત મહત્વકાંક્ષી બને છે. પરંતુ ચાર ગ્રહોમાં ચંદ્રમાં નીચ રાશિમાં સૂર્ય એક સાથે છે. આ માટે જીવનમાં ઉતાર ચઢાવ આવશે. 13 માર્ચ 2011 સુધી યુસુફ પઠાણનો સમય સારો છે. આ સમયે સુધી તેઓ સારું પ્રદર્શન કરશે. ( શુક્રની મહાદશામાં શનિની અંતર્દશા). આ દરમ્યાન તેમનું પ્રદર્શન આશ્ચર્ય આપનારું રહેશે.






 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.