Advertisement
Home >> Sports >> Other Sports >> World Famous Footballr Grinch And Alf Story

'મોરના ઈંડા ચિતરવા ન પડે' તેવી જ વાત છે એલ્ફ અને ગ્રિચાની

BBC | Aug 16, 2012, 21:35PM IST
 
 

આ એક ફિલ્મી વાર્તા છે. જેમાં પિતા ગ્રિચા 60ના દશકામાં બ્રાઝીલનો એક સ્ટાર ફુટબોલર હતો.

વિશ્વના મહાલ ફુટબોલર ખેલાડી પેલેના સમકક્ષ માનનાર ગ્રિંચાની એક યુવતી સાથેના પ્રેમ સબંધોને પગલે 1959માં એલ્ફ લિંડબર્ગને જન્મ થયો હતો. જો કે એલ્ફ પોતાના આ બેજવાબદાર પિતાને ક્યારેય મળ્યો નથી. પરંતુ એલ્ફ પોતાના પિતા ગ્રિંચાને વિશ્વનો સૌથી મોટો સ્ટાર માને છે.

એલ્ફે આપેલા ઈન્ટવ્યુમાં જણાવ્યુ હતુ કે, ગ્રિંચા જેવો વિશ્વમાં બીજો કોઈ ખેલાડી નથી. તેમજ તેમના રમવાની સ્ટાઈલને કારણે તે આજે પણ પ્રખ્યાત છે

ગ્રિચાને પેલે સમકક્ષ માનવામાં આવે છે. પરંતુ પાછળથી તેને દારૂ પીવાની લતના કારણે તે વધારે પ્રખ્યાત બન્યો હતો. ગ્રીચાના બાળપણથી બન્ને પગ વળેલા હતા. તેમ છતાં દડો પોતાના પગમાં આવતાની સાથે તે દડાને સંભાળી લેતો હતો.

હસીનાઓને ખેલાડી હતો ગ્રિચા

ગ્રિચા પોતાના ફુટબોલરની સ્ટાઈલ કરતા પણ વધારે પ્રખ્યાત બન્યો હતો. સુંદર હસિનાઓને પોતાના વશમાં કરવામાં. કારણ કે ગ્રિચાએ અનેક હસિનાએને પોતાના વશમાં કરી હતી. અને તેમની સાથે આનંદ પ્રમોદ કર્યો હતો. જેના કારણે આજે એલ્ફ જેવા તેના 14 બાળકો ઠેર ઠેર છે.

એલ્ફ એકદમ નાનો હતો. તે સમયે તેની માં એ તેને અન્ય દંપતીને સોપી દીધો હતો. એલ્ફને ખોળે લેનાર દંપતિએ જણાવ્યુ હતું કે, એલ્ફ ગિચા દ્વારા પેદા થયેલુ સંતાન છે. અને ત્યારથી એલ્ફને પોતાના પિતાને ગ્રિચાને મળવાની ખેવના જાગી હતી.

52 વર્ષીય એલ્ફે જણાવ્યુ હતુ કે મારે મારા પિતાને ક્યારેય મળવુ નથી.

ગત સપ્તાહે રાસુંદા સ્ટેડીયમમાં યોજાયેલા બ્રાઝીલ અને સ્વીડન વચ્ચેની મેચમાં એલ્ફ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો હતો. જે સ્ટેડીયમમાં તેના પિતા ફુટબોલ રમતા હતા અને બ્રાઝીલને પ્રથમવાર વર્લ્ડ કપ જીતાડ્યો હતો.

એલ્ફે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી હું એવુ માનતો હતો કે પોતાના પિતા વિશે જાણવુ કેટલુ સુખદ હોશે. અને ત્યારે મારા પિતાએ મને હમેશાં પ્રેરિત કર્યો છે. જો કે દુરભાગ્યપૂર્ણ તેમને દારૂની લત પડી હતી. જો એવુ ન થયુ હોત તો તે આજે પણ અમારી સાથે હોત.

પિતા-પુત્રની મુલાકાત ન થઈ શકી

વર્ષ 1977માં સ્વીડનના એક વર્તમાનપત્રમાં છપાયુ હતુ કે, ગ્રિંચા પોતાના પુત્રને મળવા માંગે છે. જેના બીજા વર્ષે જ તેમની બન્ને વચ્ચે મુલાકાત યોજાવાને સમય આવ્યો હતો. કેમ કે એલ્ફને 1978માં વર્લ્ડ કપ માટે આજેન્ટીના જવાનુ હતુ.જ્યારે ગ્રિચા પણ ત્યાં કોમેન્ટર તરીકે આવવાનો હતો.પરંતુ બન્ને વચ્ચે મુલાકાત થઈ શકી નહી. અને 20 જાન્યુઆરી 1983માં ગ્રિચાનુ અવસાન થયુ હતુ.

એલ્ફને ત્રણ વાર બ્રાઝિલ જવાનો મોકો મળ્યો હતો. જેમાં એક વાર તે ડોક્યુમેટરીના કામમાં ગયો હતો. ત્યાં જઈને તેને ખબર પડી કે, તેની માતાનુ મોત તેના પિતા ગ્રિચા પહેલા થઈ ગયુ હતુ.

ગ્રિચાને દસ પુત્રીઓ છે જેમની સાથે એલ્ફે મુલાકાત કરી છે. એલ્ફે આ મુલાકાત કર્યા બાદ તેને તેના પિતા પ્રત્યે પ્રેમ જાગ્યો હતો.અને તેથી તે તેમની કબર પર ગયો હતો.

જો કે ગ્રિચાની જેવી જ જીંદગી એલ્ફની પણ છે, કારણ કે તે અત્યારે છુટાછેટા થયેલો છે. અને તેના ચાર બાળકો છે. પરંતુ એલ્ફનુ એકેય બાળક પોર્ટુગલી ભાષા જાણતુ નથી. જો કે મહત્વની વાત તો એ છે કે, તેમના પિતા અને દાદાની જેમ આ બાળકો પણ ફુટબોલના દિવાના છે.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment