હાલ પાકિસ્તાન ક્રિકેટરો સાથે મેચ ફિક્સર, બોલ ટેમ્પરિંગ અને દગાથી મેચ જીતનાર જેવા ટેગ લગાવવામાં આવી રહ્યાં છે. પરંતુ એક સત્ય એ પણ છે કે, પાકિસ્તાન ક્રિકેટ પાસે યુવા ખેલાડીઓની ફોઝ છે.વિશ્વ ક્રિકેટમાં નાની ઉમરે વનડે ક્રિકેટમાં સદી લગાવનાર ખેલાડીઓની યાદીમાં સૌથી વધારે ખેલાડીઓ પાકિસ્તાનના છે. અને તેઓ માત્ર એકાદ બે વનડે રમીને ક્રિકેટ જગતથી દૂર નથી થઇ ગયા પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે કે જે આજે પણ પાકિસ્તાનની ટીમનો હિસ્સો છે. જેમ કે શાહિદ આફ્રિદી.
પાકિસ્તાન તરફથી 21 કરતા નાની વયે સદી ફટકારનાર ખેલાડીઓ
શાહિદ આફ્રિદી- 16 વર્ષે શ્રીલંકા વિરુદ્ધ સદી ફટકારી.
ઇમરાન નઝીર- 18 વર્ષની વયે પ્રથમ સદી ફટકારી
ઉમર અકમલ- 19 વર્ષનીવનયે શ્રીલંકા વિરુદ્ધ સદી બનાવી હતી.
શોએબ મલિક- સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરનાર શોએબે 20 વર્ષની વયે પ્રથમ સદી ફટકારી હતી.
જો કે, પાકિસ્તાન ક્રિકેટ પાસે આવા શાનદાર ખેલાડીઓ હોવા છતાં આજે પણ તે મેચ ફિક્સિંગ, બોલ ટેમ્પરિંગ અને સ્પોટ ફિક્સિંગ જેવી બાબતોમાં ફસાઇ રહ્યું છે. જેની પાછળ આ કારણોપણ જવાબદાર હોઇ શકે છે.
પ્રથમ કારણ- ઓછો અભ્યાસ. પાકિસ્તાની યુવા ખેલાડીઓ વધારે ભણેલા નથી હોતા. તેથી કોઇપણ તેઓને પોતાની વાતમાં ફોસલાવી શકે છે.
બીજૂ કારણ- ગરીબ પરિવાર. પાકિસ્તાન ક્રિકેટમાં મોટાભાગના ખેલાડીઓ ગરીબ પરિવારમાંથી આવી રહ્યાં છે. તેમને આરામથી પૈસાની લાલચ આપી શકાય છે.
ત્રીજૂ કારણ- નવાબગીરી કરવી. જે ખેલાડીઓ સારા ઘરમાંથી આવતા હોય છે. તેઓ નવાબગીરી કરતા જોવા મળે છે. અને ખરાબ રસ્તો પકડી લે છે.
ચોથુ કારણ- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ. પીસીબી ખેલાડીઓને એટલી મેચ ફી આપતી નથી કે જેનાથી તેઓ પોતાના ભવિષ્યને સુનિશ્ચિત કરી શકે.
પાંચમુ કારણ- આવક કમાવવાનો અન્ય કોઇ માર્ગ નહીં. પાકિસ્તાની ખેલાડીઓ પાસે ભારતીય ખેલાડીઓની જેમ વિપુલ પ્રમાણમાં જાહેરાત કે પછી અન્ય કોઇ તક પૈસા કમાવવા માટે નથી હોતી. તેમજ એક ખેલાડીની કારકિર્દી ઘણી નાની હોય છે. તેથી ખેલાડીઓ પોતાના ભવિષ્ય માટે પૈસા એકઠા કરવા માટે આ પ્રકારના ગુનિહત કૃત્યો સાથે જોડાય જાય છે.
જો કે, આ તમામ કારણોથી એ વાત તો સાબિત થતી નથી કે પાકિસ્તાન ક્રિકેટરો જ કેમ સૌથી વધારે ફિક્સિંગમાં ફસાય છે. પરંતુ સતત એક જ ટીમના ખેલાડીઓ ફિક્સિંગ જેવા સ્કેન્ડલ સાથે સંડાવાયેલા જોવા મળે ત્યારે ઉક્ત કારણોને નજર અંદાજ કરી શકાય તેમ નથી.