ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને શ્રીલંકા સામે શુક્રવારે રમાનારી ત્રિકોણીય શ્રેણીની લીગ મેચમાં આરામ આપવામાં આવે તેવી સંભાવના છે.
વોર્નરના સ્થાને ક્વિન્સલેન્ડના પીટર ફોરેસ્ટને તક આપવામાં આવે તેવા ઓસ્ટ્રેલિયન સુકાની માઇકલ ક્લાર્કે સંકેત આપ્યા છે. પોન્ટિંગ કે હસ્સીને પણ આરામ મળે તેવી સંભાવના છે.