આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં પાડોશી ટીમ પાકિસ્તાનને રગદોળી શાનદાર વિજય મેળવી લીધો છે. પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે પોતાની શાનદાર બોલિંગનું પ્રદર્શન કરી, ભારતીય ટીમની 5 વિકેટ મેળવી રેકોર્ડ બનાવ્યો હતો. પાંચમી વિકેટ લીધા બાદ રિયાઝે ધરતીને ચૂમી લીધી હતી.જોકે રિયાઝની પાંચ વિકેટ એળે ગઈ હતી.
અતિરોમાંચક રહેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરના અંતે 9 વિકેટ સાથે પાકિસ્તાન સામે 261 રનનું લક્ષ્ય મૂક્યુ હતું. લક્ષ્યનો પીછો કરતા 49.5 ઓવરમાં માત્ર 231 રન બનાવી સમગ્ર પાકિસ્તાન ટીમ પેવેલિયનભેગી થઈ ગઈ હતી.
ભારતે પાકિસ્તાનને 29 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2011ની ફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યાં ધોનીના ધૂરંધરોનો સામનો શ્રીલંકા સામે થશે.