એશિયન ગેમ્સમાં બે ગોલ્ડમેડલ જીતનારી ભારતીય એથ્લેટ અશ્વિની અકુંજી સહિત ચાર રનર સામે લાદવામાં આવેલા એક વર્ષના પ્રતિબંધથી સંતુષ્ટ નહીં થયેલા વાડા (વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી)એ આ નિર્ણય સામે અપીલ કરી છે અને તમામ એથ્લેટ સામે બે વર્ષનો પ્રતિબંધ લાદવાની માગણી કરી છે.
નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી દ્વારા એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની ૪ બાય ૧૦૦ મીટરમાં ગોલ્ડમેડલ વિજેતા અકુંજી, સિનિ જોઝ, પ્રિયંકા પનવર અને ટિના મેરી થોમસ પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને એ સાથે તેઓ લંડન ઓલિમ્પિક્સમાંથી બહાર થઈ ગયા હતા.
તેમની ઉપર એક વર્ષનો પ્રતિબંધ લાદીને એમ જાહેર કરાયું હતું કે આ એથ્લેટ્સે જાણી જોઇને ડ્રગ્સ લીધા ન હતા પરંતુ વાડાએ આ નિર્ણય સામે અપીલ કરી હ તી અને તેનો ફેંસલો આગામી૧૫મી ફેબ્રુઆરીએ આવવાનો છે ત્યારે વાડાએ જાહેર કર્યું છે કે પ્રતિબંધ બે વર્ષનો હોવો જોઇએ.