Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

સેહવાગે ફટકારી અડધી સદીની હેટ્રિકની હેટ્રિક

 
Source: Divyabhaskar.com   |   Last Updated 2:58 PM [IST](21/11/2010)
 
 
 
 
 
નાગપુર ખાતે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. સેહવાગે ત્રીજી વખત સતત અડધી સદી ફટકારી છે.

સેહવાગ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં સેહવાગે સતત ત્રણ ઈનિંગ્સમાં 50થી વધુ રન ફટકાર્યા છે. સૌથી પહેલા હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં વીરૂએ 96 રન બનાવ્યા હતા. બાદમાં બીજા દાવમાં પણ સેહવાગે 54 રન બનાવ્યા હતા. હવે નાગપુર ટેસ્ટના પ્રથમ દાવમાં પણ સેહવાગે અડધી સદી ફટકારી છે.

ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની અમદાવાદ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં સેહવાગે શાનદાર સદી ફટકારી હતી. પરંતુ બીજા દાવમાં તે ફક્ત 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

સેહવાગે આ વર્ષે 12 ટેસ્ટ મેચમાં 1302 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને સાત અડધી સદી સામેલ છે. સેહવાગે તેની કારકિર્દીમાં સતત ત્રણ અથવા તો તેનાથી વધારે રનની અડધી સદી ત્રણ વખત ફટકારી ચૂક્યો છે.


પ્રથમ વખત- વર્ષ 2008


ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 63 રન – એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 151 રન – એડિલેડ ટેસ્ટના બીજા દાવમાં

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 319 રન – ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દાવમાં


બીજી વખત- વર્ષ 2009


શ્રીલંકા સામે 51 રન – અમદાવાદ ટેસ્ટના બીજા દાવમાં

શ્રીલંકા વિરૂદ્ધ 131 રન – કાનપુર ટેસ્ટના પ્રથમ દાવમાં

શ્રીલંકા સામે 239 રન - મુંબઈ ટેસ્ટના પ્રથમ દાવમાં

બાંગ્લાદેશ સામે 52 રન – ચિતગોંગ ટેસ્ટના પ્રથમ દાવમાં


ત્રીજી વખત- વર્ષ 2010


ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 96 રન – હૈદરાબાદ ટેસ્ટના પ્રથમ દાવમાં

ન્યૂઝીલેન્ડ સામે અણનમ 54 રન – હૈદરાબાદ ટેસ્ટના બીજા દાવમાં

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 74 રન – નાગપુર ટેસ્ટના પ્રથમ દાવમાં
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.