એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે વિજયકુમારે ભારતને પાંચમો ગોલ્ડમેડલ અપાવ્યો હતો પરંતુ તેમ છતાં આ ટૂનૉમેન્ટમાંથી કોઈ શૂટરને ઓલિમ્પિક્સમાં સ્થાન મળશે નહીં, કેમ કે આ ઇવેન્ટને ક્વોલિફાઇંગ માટેનો દરજજો સાંપડ્યો નથી. વિજયકુમારે સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.
લંડન ગેમ્સ માટે રેપિડ ફાયર ઇવેન્ટમાં ક્વોલિફાઇ થનારા વિજયકુમારે ચીનના યોંગડે જીન સામે સરસાઈ હાંસલ કરીને ૬૦૦માંથી ૫૭૨ પોઇન્ટ હાંસલ કર્યા હતા. જોકે વિજયકુમારે ૧૭ વખત દસથી ઓછા સ્કોર કર્યા હતા પરંતુ ચીનના ખેલાડીએ ૧૫ વખત આમ કર્યું હોઈ વિજયને ગોલ્ડમેડલ મળ્યો હતો.
દસ શોટ માટે ૧૫૦ સેકન્ડના સમયમાં વિજયકુમારે ૯૮ પોઇન્ટ નોંધાવ્યા હતા. એ પછી તેણે ૨૦ સેકન્ડ અને દસ સેકન્ડ સિરીઝમાં પણ ઉત્તમ દેખાવ કરીને પોતાનો સ્કોર ૨૮૪ સુધી પહોંચાડી દીધો હતો. ચીનના ખેલાડીને સિલ્વરમેડલ મળ્યો હતો.