અમેરિકાની વિનસ વિલિયમ્સને ઇજામાંથી ધાર્યા કરતા ઘણી જલદીથી મુક્તિ મળી છે અને તે બેલારસ સામેના ફેડ કપ ટેનિસ ટૂનૉમેન્ટમાં અમેરિકન ટીમનું પ્રતિનિધિત્વ કરશે. સાંધાના દુખાવાના કારણે વિનસને છેલ્લાં પાંચ મહિનાથી ટેનિસ કોર્ટથી દૂર રહેવું પડ્યું હતું પરંતુ તે ફરીથી ટેનિસ રમવા માટે સજજ છે.