પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આસિફની પૂર્વ પ્રમિકા વીણા મલિકે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટને આસિફના ભારતીય બૂકી સાથેના કનેક્શનના પુરાવાઓ આપ્યા છે. સાઉથ એશિયાના આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટના મુખ્ય વડા હસન રઝા વીણા મલિકને તેના નિવાસ્થાને મળ્યા હતા. અને આસિફ મેચ ફિક્સિંગમાં શામેલ છે તેવા પુરાવા વીણા પાસેથી હાંસલ કર્યા હતા.મલિકે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, મે આઇસીસીના અધિકારીને આસિફે બૂકી સાથે કરેલી વાતચીતના વોઇસ રેકોર્ડિંગ અને કેટલાક અન્ય માહિતીપ્રદ પુરાવાઓ આપ્યા છે. પાકિસ્તાની ખેલાડીઓ અને પીસીબીના અધિકારીઓ મેચ ફિક્સિંગમાં શામેલ છે.