વાસ્કો ડી ગામા ક્લબના 14 વર્ષીય ફૂટબોલ ખેલાડી વેંડેલ જૂનિયો વેનાનસિયો ડા સિલ્વાનું અભ્યાસ સત્ર દરમિયાન હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયું. અંડર-15 ફૂટબોલ ટીમના અભ્યાસ દરમિયાન આ ઘટના ઘટી હતી.
આ ઘટના ત્યારની છે જ્યારે રિયો ડી જાનેરિયોના આંતરિક શહેર ઈટાગુઈમાં જ્યારે ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. પ્રેક્ટિસ કરી રહેલો સિલ્વા અચાનક જ મેદાન પર ઢળી પડ્યો હતો અને પડ્યા બાદ 12 મિનિટ પછી તેનું મોત થયું હતું. ક્લબના મેડિકલ સ્ટાફે સિલ્વાને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તેને બચાવી શક્યા નહોતા.