Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Other Sports
 

સાનિયાની આગેકૂચ, સોમદેવ આઉટ

 
Source: Agency, New York   |   Last Updated 12:22 AM [IST](01/09/2010)
 
 
 
 
 
ક્વોલિફાયર તરીકે રમી રહેલી સાનિયાએ પોર્ટુગલની ખેલાડીને આસાનીથી હરાવી

યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટમાં મંગળવારનો દિવસ ભારત માટે મિશ્ર સફળતા લાવનારો રહ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં સાનિયા મિર્ઝાએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જ્યારે મેન્સ સિંગલ્સમાં સોમદેવ દેવબર્મન પ્રથમ રાઉન્ડમાંથી જ ફેંકાઈ ગયો હતો.

યુએસ ઓપન શરૂ થઈ એ અગાઉ ક્વોલિફાઇંગ રાઉન્ડની બે મેચ જીતનારી સાનિયા મિર્ઝાએ પોર્ટુગલની ક્વોલિફાર મિચેલી લાર્જર ડી બ્રિટોને ૬-૩, ૬-૨થી સીધા સેટમાં હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ટેનિસથી દૂર રહેલી સાનિયા આ વખતે એક ક્વોલિફાયર તરીકે રમી રહી છે.

બીજી તરફ કારકિર્દીમાં પહેલી વાર કોઈ ગ્રાન્ડસ્લેમમાં સીધો પ્રવેશ મેળવનારો ભારતનો સોમદેવ દેવબર્મન સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે પ્રથમ રાઉન્ડમાં જ ૩-૬, ૪-૬, ૩-૬થી હારી ગયો હતો. આમ આ પરાજય સાથે સોમદેવ વર્તમાન સિઝનમાં ગ્રાન્ડસ્લેમ ટૂનૉમેન્ટના પ્રથમ રાઉન્ડથી આગળ વધી શક્યો નથી.

ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડનમાં તે ક્વોલિફાઇ થઈ શક્યો ન હતો તો ફ્રેન્ચ ઓપનમાં તે પહેલા રાઉન્ડમાં હારી ગયો હતો. સોમદેવ ગયા વર્ષે યુએસ ઓપનમાં બીજા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.

સાનિયા મિર્ઝાએ પોતાની મેચ આસાનીથી જીતી લીધી હતી. એક કલાક અને ૧૭ મિનિટ ચાલેલી આ મેચમાં સાનિયાની રમત આક્રમક રહી હતી.

બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો રશિયાની ૨૦મા ક્રમની એનેસ્ટેસિયા સામે થશે. ૨૦૦૫ પછી સાનિયાને પહેલી વાર આ ટૂનૉમેન્ટમાં રમવા માટે ક્વોલિફાઇ થવું પડ્યું હતું.

ઇજા અને કંગાળ ફોર્મ બાદ તાજેતરમાં તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા તેને કારણે તે ઘણા સમયથી ટેનિસ કોર્ટથી અળગી રહી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.