-ધર્મેશ અડવાણીએ આઇએસ શાહુ શેખરને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો
-બિનક્રમાંકિત અહેમદ સૈયદે ફિડે રેટિંગ ધરાવતા અશ્વિન મકવાણા સામે વિજય હાંસલ કર્યો
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત યોજાયેલી ઓલ ઇન્ડિયા ઓપન ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટના પ્રારંભમાં જ કેટલાક અપસેટ સર્જાયા હતા. જ્યોતિ સીએનસી ઓટોમેશનના ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન જ્યોતિ સીએનસી ઓટોમેશનના મેનેજિંગ ડાયરેક્ટર પરાક્રમસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતના ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર (આઇએમ) સાત ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર્સ સહિત મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે.ભાવનગરના ધર્મેશ અડવાણીએ આઇએસ શાહુ શેખરને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. હિમાંશુ શર્માએ શૈલેષ રાવલ સાથેનો તથા અક્ષત ખંપારિયાએ મૌલિક રાવલ સામેનો મુકાબલો ડ્રો કરતાં બીજા અપસેટ સર્જાયા હતા. આ ઉપરાંત બિનક્રમાંકિત અહેમદ સૈયદે ફિડે રેટિંગ ધરાવતા અશ્વિન મકવાણા સામે વિજય હાંસલ કર્યો હતો.
સાતમા રાઉન્ડના અંતે અક્ષત ખંપારિયા પ્રથમ, સાગર શાહ બીજા, હિમાંશુ શર્મા ત્રીજા તથા એસ. પ્રસન્ના ચોથા ક્રમે રહ્યા હતા.