ઉન્મુક્ત કરશે સેહવાગને આઉટ, અપરાજીત બનશે રૈના માટે ખતરો?
- અંડર-19 વર્લ્ડકપ વિજેતા ટીમના ઘણા ખેલાડીઓ બની શકે છે કેટલાસ સીનિયરો માટે જોખમી
ક્રિકેટમાં ભારત માટે શાનદાર સમય ચાલી રહ્યો છે. હાલમાં ભારત પાસે ફક્ત સીનિયર ક્રિકેટમાં જ વર્લ્ડ ચેમ્પિયન નથી પરંતુ જૂનિયર ક્રિકેટમાં (અંડર-19) પણ ભારત ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવા ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે જોતા ભારત માટે નવા સ્ટાર ખેલાડીઓ બહાર આવ્યા છે તેમ કહી શકાય.
આ ખેલાડીઓની રમત જોઈને મોટા ભાગના લોકો તેમને અંડર-19થી બહાર સીનિયર ટીમમાં રમતા જોવા ઈચ્છે છે. જૂનિયર અને સીનિયર ક્રિકેટમાં ઘણો મોટો ફરક હોય છે પરંતુ તેમ છતાં અંડર-19 ટીમના ઘણા ખેલાડીઓનો આત્મવિશ્વાસ જોતા લાગે છે કે તેમણે સીનિયર ક્રિકેટરોને પણ સંકેત આપી દીધો છે કે તેઓ હવે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે.
તેમાના કેટલાક ક્રિકેટરો છે ઉન્મુક્ચ ચંદ (સુકાની), બાબા અપરાજીત, સંદીપ શર્મા, રવિકાન્ત સિંહ, હરમીત સિંહ, સ્મિત પટેલ અને કમાલ પાસી.
પરંતુ શું આ ક્રિકેટર સીનિયર ક્રિકેટરોનું સ્થાન લઈ શકે છે? તેમાંથી કોણ કયા ક્રિકેટર છે જે મહેનત કરે તો ટીમ ઈન્ડિયામાં જલદીથી આવી શકે છે અને સીનિયર ટીમમાં ખરાબ રમી રહેલા ખેલાડીઓ પર ભારે પડી શકે છે? આ સવાલોનું વિશ્લેષણ આગળ છે. (તમે તમારૂ વિશ્લેષણ પણ નીચેના કોમેન્ટ બોક્સમાં લખો)
અંડર-19 વર્લ્ડકપે ભારતને આપ્યા છે યુવરાજ અને વિરાટ
અમદાવાદી પટેલ ચમક્યો વર્લ્ડ ચેમ્પિયન ભારતની જીતમાં
ભારતને ચેમ્પિયન બનાવનારા સુકાનીની કેટલીક અજાણી વાતો
TOP 5: આ રહ્યા વર્લ્ડકપમાં ભારતના પાંચ Rising Star
PHOTOS: યંગિસ્તાનના ભવ્ય વિજયની 15 રોમાંચક ક્ષણો







