વિશ્વનો મોખરાનો ગોલ્ફર ટાઈગર વૂડ્સ અંગત સમસ્યાઓને પાછળ રાખીને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા મથી રહ્યો છે પરંતુ શનિવારે બાર્કલે ગોલ્ફ ચેમ્પિયનશિપનાં પ્રથમ રાઉન્ડમાં સરસાઈ મેળવવામાં તે નિષ્ફળ રહ્યો હતો.
રજિવૂડ કન્ટ્રી ક્લબ ખાતેની આ ચેમ્પિયનશિપમાં વૂડ્સ ચાર-અંડર ૧૩૮ માટે બે ઓવર-૭૩ના સ્કોર કરી શક્યો હતો અને ચાર બોગીમાં બે ફૂટ પુટમાં શોટ ચૂકી ગયો હતો, જોકે આ પ્રદર્શન છતાં ટાઈગર વૂડ્સ આગામી સપ્તાહ સુધી તો વિશ્વમાં મોખરાનાં સ્થાને રહેશે તે નક્કી છે.
મે મહિનામાં યુએસ પીજીએ ટૂર જીતનારો ઓસ્ટ્રેલિયાનો જેસોન ડે અત્યારે વૂડ્સની સાથે હરીફાઈમાં છે, તે ચાર-અંડર ૬૭ સાથે આઠ-અંડર ૧૩૪ સુધી પહોંચ્યો હતો.