ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે મેલબોર્નમાં બીજી ટી20 મેચ રમાશે. ભારત પ્રથમ ટી20 મેચ હારી ગયું હોવાથી તેના માટે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ બાદ ટી20માં પણ વ્હાઈટવોશ ખાળવાનું દબાણ રહેશે.
જો કે યુવા ભારતીય ટીમ પાસેથી ટી20 અને વનડેમાં સારા પ્રદર્શનની આશાઓ રાખવામાં આવી રહી છે. મેલબોર્નમાં બીજી ટી20 મેચ જીતવા માટે ભારતે આટલી વાતોનું ધ્યાન રાખવું પડશે.
વિજય માટે ભારતે શું કરવું પડશે ?
-બંને ઓપનર ગંભીર તથા સેહવાગે મોટી ભાગીદારી નોંધાવી ભારત માટે સંગીન શરૂઆત કરવી પડશે.
-કોહલી, રૈના, રોહિત શર્મા તથા ગંભીરમાંથી કોઇ એક જોડીએ અંત સુધી ક્રિઝ પર ટકી રહેવું પડશે.
-ખર્ચાળ સાબિત થયેલા પ્રવીણકુમારના સ્થાને ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને તક આપવી જોઇએ.
-ભારતીય બોલર્સે ગેમપ્લાનને અનુસરીને યજમાન બેટ્સમેનોને કાબૂમાં રાખવા પડશે.
ભારતને કોનાથી જોખમ
ભારતને ઓસ્ટ્રેલિયન ઓપનર વોર્નર તથા વેડ તરફથી ખતરો છે. વોર્નર જો દસ ઓવર રમી જશે તો તે ઓસ્ટ્રેલિયાનો રનરેટ ઝડપથી વધારી શકે છે.
ભારતની મુખ્ય સમસ્યાઓ કઇ ?
-ટી૨૦માં ભારતની બેટિંગ યોગ્ય નહોતી. સુકાની ધોની સિવાય કોઇ પણ બેટ્સમેને જવાબદારી અદા કરી નહોતી.
- ભારતીય બોલર્સે ઘણા રન આપ્યા હતા. ઝડપી બોલર પ્રવીણકુમાર તથા આર. અશ્વિન ખર્ચાળ રહ્યા હતા.
- ટીમની ફિલ્ડિંગ પણ ખરાબ રહી હતી, માત્ર સુરેશ રૈનાએ બે શાનદાર કેચ ઝડપ્યા હતા બાકી ફિલ્ડિંગ સામાન્ય રહી હતી.
- ઓપનિંગની સમસ્યા ભારતને લાંબા સમયથી નડી રહી છે. ટેસ્ટ બાદ ગંભીર-સેહવાગ ટી૨૦માં પણ નિષ્ફળ રહ્યા છે.