બીજી તરફ ઝડપી બોલર વહાબ રિયાઝની ફિક્સિંગના મુદ્દે ૧૪મી સપ્ટેમ્બરે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.
પીસીબીના પ્રમુખ ઇજાઝ બટ્ટે ખુલાસો કર્યો હતો કે ત્રણેય દોષિત ખેલાડીઓ ટૂંક સમયમાં વતન પરત ફરશે પરંતુ તેમની સામે કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. અહીંથી ત્યાં જવા પર તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.
ત્રણેય ક્રિકેટરોની નવ કલાક સુધી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી, જો ખેલાડીઓ સામે પુરાવા હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત. પોલીસે પૂછપરછ માટે રિયાઝને હાજર રહેવા માટે જણાવ્યું છે અને અમે લંડનમાં તેની રહેવાની વ્યવસ્થા કરી છે. પોલીસની પૂછપરછનો સામનો કરનાર રિયાઝ પાકિસ્તાનનો ચોથો ક્રિકેટર બનશે.
બટ્ટે ઉમેર્યું હતું કે પીસીબી સ્થાનિક પોલીસને તમામ પ્રકારનો સહકાર આપશે તેથી અમે આ બાબતે વધારે વાતચીત કરી શકીએ તેમ નથી.
૨૯મી ઓગસ્ટે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ ખેલાડીઓની હોટેલમાં આવ્યા હતા અને તેમની પાસે ૧૩ ખેલાડીઓનાં રૂમ ચકાસવાના વોરંટ હતાં.