ચેમ્પિયનના સ્વરૂપે સાઉથ આફ્રિકા ખાતે ચેમ્પિયન્સ લીગ ટી૨૦ માટે જવાની અદ્ભુત લાગણી થઇ રહી છે. ગયા વર્ષે ચેન્નાઈને સફળતા મળી નહોતી તથા ૨૦૦૮ની ટૂનૉમેન્ટ રદ કરવામાં આવી હતી.
અમારે બીજી આઈપીએલની જેમ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને અન્ય યુવાન ખેલાડી સારો દેખાવ કરવાના તમામ પ્રયાસ કરશે અને તમામ માટે આ સારી તક રહેશે.
ચેન્નાઈનો પ્રશ્ન છે તો અમારી પાસે ઘણા સારા ખેલાડીઓ છે. અમારી ટીમ બેલેન્સ છે જે કોઇ પણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે, જો અમે થોડી પ્રેક્ટિસ કરી લઇએ તથા સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થઇશું તો અમારી મહેનત સફળ થશે.
અમે આઈપીએલ ૨૦૦૯ની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા જેની યજમાની સાઉથ આફ્રિકાએ કરી હતી. અમને ત્યાંની પિચો તથા હવામાનની પૂરી જાણકારી છે. તમામ ટીમોમાં તેમના દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ હોવાથી ટૂનૉમેન્ટ અત્યંત રોમાંચક બની રહેશે. અમારા માટે વિક્ટોરિયા અને વોરિયર્સને હરાવવું અત્યંત કપરું રહેશે. (ગેમપ્લાન)