ત્રણ મેચોમાં વિજય બાદ ભારતે જમાવી લીધો સિરિઝ પર કબ્જો
છે હિડન સ્ટાર
ઈંગ્લેન્ડને સતત ત્રણ મેચોમાં પરાજય આપીને ભારતે સિરિઝ પર કબ્જો જમાવી લીધો છે. ટીમ ઈન્ડિયા તેના કાફલા સાથે ધર્મશાળા પહોંચી છે. પ્રથમ મેચમાં રાજકોટ ખાતે પરાજય બાદ ટીમ ઈન્ડિયાએ કોચ્ચી, રાંચી અને મોહાલીમાં સતત વિજય મેળવ્યો છે. આ ત્રણેય મેચમાં સ્ટારડમ વગર સુરેશ રૈના વગર સારું એવું પ્રદાન આપ્યું.
સુરેશ રૈનાએ સતત ત્રણ મેચોમાં હાફ સેન્ચ્યુટરી મારી હતી. વનડેમાં હાફસેન્ચ્યુરીનો ચોક્કો મારવાથી રૈના માત્ર એક ડગ જ દૂર છે. જો રૈના અડધી સદી મારશે તો તે ભારત તરફથી આ પરાક્રમ કરનાર આઠમો અને યુપીનો પ્રથમ ખેલાડી બની જશે.
જે મેદાન પર આ સિદ્ધિ હાંસલ કરવાની તક મળી છે, તે રૈનાના અંગત જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. કાશ્મીરી પંડિત રૈનાના માતા-પિતાનો આ સ્થળ સાથે વિશેષ સંબંધ છે.