પહેલા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી બાદમાં પાકિસ્તાન સામે રમાયેલી વનડે શ્રેણીમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની ચારેય બાજુથી ટીકાઓ થઈ રહી છે.
જેમાં ભૂતપૂર્વ પાકિસ્તાની સુકાની ઈમરાન ખાન અને ભૂતપૂર્વ ભારતીય સુકાની સુનિલ ગાવસ્કર પણ સામેલ છે.
આ બન્ને દિગ્ગજોએ ભારતીય ટીમની હાર માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને જવાબદાર ગણાવી છે. ગાવસ્કરનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ રીતે આઈપીએલ પર ધ્યાન આપી રહ્યા છે.