અમદાવાદના લોંગ ડિસ્ટન્ટ સ્વિમર સુફિયાન શેખનું રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનાં હસ્તે રમતમંત્રાલયના પ્રતિષ્ઠિત તેનઝિંગ નોરગે નેશનલ એડવેન્ચર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ૧૯૭૮ બાદ આ એવોર્ડનું સન્માન મેળવનાર સુફિયાન સૌથી યુવાન રમતવીર છે.
સુફિયાન ૧૭ વર્ષની વયે અરેબિયન, પરશિયન ગલ્ફ (કુવૈત), ઇંગ્લિશ ચેનલ, પેસેફિક, એટલાિન્ટક, ગલ્ફ ઓફ મેક્સિકો, એડ્રિયાટિક, મેડિટેરેનિયન અને ઇન્ડિયન ઓશન પાર કરી ચૂકયો છે. સુફિયાને નવ દરિયા પાર કરવાની સિદ્ધિ મેળવી છે.
સુફિયાને ૧૨ કલાકના ગાળામાં ૩૩.૭ કિલોમીટરના ડોવરથી ફ્રાન્સના દરિયાને તથા સૌથી મુશ્કેલ ગણાતી ઇંગ્લિશ ચેનલને પણ તરીને પાર કરવામાં સફળતા મેળવી છે.