ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી માટે સદી ફટકારવી એ એક ઘણી મોટી વાત હોય છે. પરંતુ ઘણા ખેલાડીઓ 90થી 99 રનની વચ્ચે આઉટ થઈ જતા હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ સુકાની સ્ટીવ વો એક એવો ખેલાડી છે જે 99 રને અણનમ રહી ગયો હતો.
ઈંગ્લેન્ડ સામે પર્થમાં રમાયેલી એશિઝ શ્રેણીની પાંચમી ટેસ્ટમાં 3 ફેબ્રુઆરી 1995ના રોજ સ્ટીવ વો સદીથી વંચિત રહી ગયો હતો. તે મેચમાં જ્યારે તે 99 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સામે છેડે તેનો જ ભાઈ માર્ક વો મૂર્ખામી ભરેલી રનિંગ કરીને રન આઉટ થઈ ગયો હતો. માર્ક વો ત્યારે ઈજાગ્રસ્ત ક્રેગ મેકડર્મોટ્ટ માટે દોડી રહ્યો હતો. તે સમયે સ્ટીવ વો જ્યોફ બોયકોટ બાદ બીજો એવો ખેલાડી હતો જે 99 રને અણનમ રહ્યો હતો અને સદીથી વંચિત રહી ગયો હતો.
વીડિયોમાં જુઓ પોતાના કેવી રીતે સ્ટીવ વો રહી ગયો સદી વગર....