ફરી એકવાર વાયમ્બાની ટીમ ચેમ્પિયન લીગ ટી૨૦માં સ્થાન મેળવવામાં સફળ થઈ છે અને અમારા તમામ પાસે એ પુરવાર કરવાનો મોકો છે કે શ્રીલંકાનું સ્થાનિક ક્રિકેટ ઘણું મજબૂત છે. શ્રીલંકન ક્રિકેટમાં ઘણું ઊંડાણ પણ છે. વાયમ્બાની ટીમ પાસે મહેલા જયવર્દને, મહારૂફ અને મારા સહિત કેટલાક ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે.
એ વાત સાચી છે કે સાઉથ આફ્રિકામાં આ ટૂનૉમેન્ટ રમાઈ રહી છે પરંતુ મને વિશ્વાસ છે કે અમે તેમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરીશું. સાઉથ આફ્રિકાની પરિસ્થિતિ સ્થાનિક ખેલાડીઓ તથા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મદદ કરશે. આ વખતે ચેમ્પિયન લીગમાં ક્વોલિફાઇ થવા માટે વાયમ્બાની ટીમે ઘણા પડકારનો સામનો કરવો પડ્યો હતો.
ગયા વર્ષે કોલકાતાની ટીમ સાઉથ આફ્રિકામાં રમી ચૂકી છે તેથી મને આ પ્રકારની વિકેટ પર બોલિંગ કરવાનો સારો અનુભવ છે. મને લાગે છે કે ચેન્નાઈની ટીમ પણ સારી છે. આ વખતે અમે ચેમ્પિયન્સ લીગમાં સારો દેખાવ કરવા પ્રતબિદ્ધ છીએ. (ગેમપ્લાન)