Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Cricket >> Latest News
 

ઓસ્ટ્રેલિયા સામે આજે ટોચના ક્રમ પર શ્રીલંકાનો મદાર

 
Source: Agency, Perth   |   Last Updated 11:22 PM [IST](09/02/2012)
 
 
 
 
 
આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો, સ્ટાર ક્રિકેટ પર સવારે ૯:૫૦ કલાકથી પ્રસારણ

ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે રમાનારી લીગ મેચમાં વિજય મેળવવા માટે શ્રીલંકન ટીમ તેના ટોચના ક્રમના બેટ્સમેનો પર મદાર રાખશે. શ્રીલંકાના અનુભવી બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે. શ્રીલંકા ત્રિકોણીય શ્રેણીમાં ભારત સામેની પોતાની પ્રથમ મેચ ગુમાવી ચૂક્યું છે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર સવારે ૯:૫૦ કલાકથી પ્રસારણ કરવામાં આવશે.

ભારત સામેની પ્રથમ મેચમાં યુવા ખેલાડી દિનેશ ચંદીમલ સિવાય અન્ય કોઇ બેટ્સમેન ઉપયોગી તથા મોટી ભાગીદારી નોંધાવી શક્યો નહોતો. શ્રીલંકાના ટોચના ક્રમમાં દિલશાને આક્રમક બેટિંગ કરીને સ્કોરિંગ રેટ વધારવા ઉપરાંત ટીમને સંગીન શરૂઆત કરી આપવી પડશે. ત્યારબાદ મધ્યમ હરોળમાં બે અનુભવી બેટ્સમેન કુમાર સંગાકરા તથા મહેલા જયવર્દને ચાવીરૂપ બનશે. જો મધ્યમ હરોળના બેટ્સમેનો રન બનાવવામાં સફળ રહેશે તો ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝનું કામ હળવું થશે અને તે કોઇ પણ પ્રકારના દબાણ વિના આક્રમક બેટિંગ કરીને ટીમને જંગી સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહેશે. મેથ્યુઝ શાનદાર ફોર્મમાં છે અને શ્રીલંકન ટીમ ઇનિંગ્સના અંત ભાગમાં તેની પાસેથી વધુ આક્રમક બેટિંગની આશા રાખશે.

શ્રીલંકન બેટ્સમેનો શાનદાર ફોર્મમાં રહેલા ઓસ્ટ્રેલિયન બોલર્સનો કેવી રીતે સામનો કરશે તે પણ રસપ્રદ બનશે. યજમાન બોલર્સ ટેસ્ટ બાદ પ્રથમ લીગ મેચમાં પણ ભારતની શક્તિશાળી બેટિંગ લાઇન-અપને આસાનીથી મુશ્કેલીમાં મૂકી શક્યા છે. ઓસ્ટ્રેલિયાએ બ્રેટ લીને ગુમાવ્યો છે પરંતુ યુવા બોલર મિચેલ સ્ટાર્ક તથા િકલન્ટ મેકાયે ચુસ્ત બોલિંગ કરી છે. વાકાની બાઉન્સી પિચ પર તેઓ વધુ ઘાતક બની શકે છે. શ્રીલંકન બેટ્સમેનો ભારતીય ઓફ સ્પિનર અશ્વિન સામે રન બનાવવામાં જે મુશ્કેલી અનુભવતા હતા તે જોતાં ઝેવિયર ડોહર્ટી ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર કે ડેવિડ હસ્સીના સ્થાને યુવા બેટ્સમેન પીટર ફોરેસ્ટને રમાડે તેવી સંભાવના છે. ભારત સામેની ટ્વેન્ટી૨૦ મેચથી વોર્નર શાનદાર ફોર્મમાં છે અને તેનું બહાર બેસવું નિશ્વિત નથી. ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ રોટેશન પોલિસી મુજબ રિકી પોન્ટિંગ કે માઇક હસ્સીને બહાર બેસાડવામાં આવે તેવો સંકેત આપ્યો છે. શ્રીલંકા સામે કોના સ્થાને નવોદિત ફોરેસ્ટનો સમાવેશ કરવામાં આવશે તે રસપ્રદ બનશે. શ્રીલંકન ટીમે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાની જરૂર છે. ભારત સામેની મેચમાં શ્રીલંકન ફિલ્ડર્સે બાઉન્ડ્રી રેખા પાસે નીચલા સ્તરની ફિલ્ડિંગ કરી હતી.

ત્રિકોણીય શ્રેણી ભલે લાંબી હોય અને પ્રત્યેક ટીમને આઠ મેચો રમવાની હોય પરંતુ સતત બે પરાજયના કારણે વર્લ્ડ કપની રનર્સઅપ ટીમને નુકસાન થઇ શકે છે. બંને ટીમ આ મુજબ છે.

ઓસ્ટ્રેલિયા : માઇકલ કલાર્ક (સુકાની), ડેનિયલ ક્રિશ્વિયન, ઝેવિયર ડોહર્ટી, પીટર ફોરેસ્ટ, રેયાન હેરિસ, ડેવિડ હસ્સી, માઇક હસ્સી, ક્લિન્ટ મેકાય, મિચેલ માર્શ, રિકી પોન્ટિંગ, મિચેલ સ્ટાર્ક, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.

શ્રીલંકા : મહેલા જયવર્દને (સુકાની), મેથ્યુઝ, સંગાકરા, દિલશાન, મહારુફ, મલિંગા, દિનેશ ચંદીમલ, તિસારા પરેરા, સુચિત્રા સેનાનાયકે, થિરિમાને, તરંગા, વેલેગેડેરા, ધમિકા પ્રસાદ, સમરવિરા, હેરાથ, કુલશેખરા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1

Advertisement
 
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.