ટેસ્ટ ટીમમાં હરભજન સિંહને તક, ગંભીરની હકાલપટ્ટી
ભુવનેશ્વર કુમાર અને શિખર ધવનને મળી સુવર્ણ તક
સુરેશ રૈના વધુ એક વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ
ભારતીય પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણી માટેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
આ ટીમમાંથી ઓપનર ગૌતમ ગંભીરની હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે અનુભવી સ્પિનર હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શિખર ધવનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનારા યુવા મધ્યમ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને પણ તક મળી છે. પરંતુ સુરેશ રૈના વધુ એક વખત ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા શું કહ્યું સચિને અને ભારતીય ટીમ અને ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ જાણવા આગળ ક્લિક કરો.....તથા ટીમ સિલેક્શન પહેલા અમારા નિષ્ણાંત અયાઝ મેમણની ખાસ ટીપ્પણી વાંચો