પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ જયોફ લોસને સ્પોટ ફિક્સિંગના મામલે આઈસીસીની આકરી ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે ક્રિકેની વિશ્વ સંચાલક સંસ્થાનું ભ્રષ્ટાચાર વિરોધી એકમ યોગ્ય રીતે કામ કરતું જ નથી.
બ્રિટનનાં એક સ્થાનિક અખબારના કારણે ક્રિકેટની રમતમાં ઘૂસેલાં આ દૂષણનો વધુ એક વખત ઘટસ્ફોટ થયો છે. આઇસીસીએ પ્રત્યેક ટીમના ખેલાડીઓ પર નજર રાખવા માટે સમિતિની રચના કરવી જોઇએ. આઈસીસીએ ૨૦૦૦ના વર્ષ જેવું આકરું વલણ અપનાવું જોઇએ.