લંડન ઓલિમ્પિક્સની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય રમત મંત્રાલયે લંડન ગેમ્સમાં મેડલ માટે દાવેદાર હોય તેવા બેડમિન્ટન ખેલાડીઓ માટે ૪.૬૩ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
આ રકમમાંથી જે તે ખેલાડી વિદેશી કોચ તથા ટ્રેનિંગનો ખર્ચ કરી રહ્યા છે. ૪.૬૩ કરોડ રૂપિયામાંથી માત્ર વિવિધ કોચિંગ કેમ્પ પાછળ જ ૨.૫૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ભારતના ૨૪ મેન્સ તથા ૧૪ વિમેન્સ ખેલાડી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ કોચ તથા પાંચ અન્ય કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી.
આ કેમ્પમાં અત્યાર સુધીમાં ૨૭૬ ખેલાડીએ ભાગ લીધો છે. લંડન ગેમ્સમાં એક વર્ષ અગાઉ એટલે કે ગયા વર્ષે એપ્રિલમાં વિવિધ કોચિંગ કેમ્પની શરૂઆત કરી દેવામાં આવી હતી. ભારતના ઇન્ટરનેશનલ બેડમિન્ટન ખેલાડીઓને જરૂરી સાધનો માટે પણ મંત્રાલયે વિગતો માગી છે.