Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> South Africa Win 2nd ODI Against England Top World

દક્ષિણ આફ્રિકા બન્યું ક્રિકેટનું DON, ટેસ્ટ,વનડે અને ટી20માં નંબર-1

Agency, Southampton | Aug 29, 2012, 11:50AM IST
 
 


ઓપનર હાશિમ અમલાની ધમાકેદાર સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ઈંગ્લેન્ડને 80 રને કચડી નાંખ્યું છે. આ સાથે દક્ષિણ આફ્રિકાએ પાંચ વનડે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે.

એટલું જ નહીં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ પાસેથી વનડેની નંબર વન ટીમનો તાજ પણ છીનવી લીધો છે. હવે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 એમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ હાશિમ અમલાના 150 રન અને સાથી ઓપનર ગ્રીમ સ્મિથના 52 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 287 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.4 ઓવરમાં 207 રનના સ્કોરે ઓલ-આઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ઈયાન બેલ અને સમિત પટેલે સૌથી વધુ 45-45 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી મોર્ને મોર્કેલ, વેન પાર્નેલ અને રોબિન પેટરસને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે સોત્સોબે, જેપી ડ્યુમિની અને ડીન એલ્ગરે 1-1 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકા કેવી રીતે બન્યું ટેસ્ટ, વનડે અને ટી20 ક્રિકેટમાં નંબર વન? અને મેચનો સંપૂર્ણ હાલ વાંચવા માટે જુઓ તસવીરો....

SUPER INDIA: બે જીત, બે વિવાદ અને ચાર આત્મઘાતી કેચ
જ્યારે સુકાનીઓના બેટથી લખાય છે વર્લ્ડકપ જીતની ગાથા!
વેચવાનું છે, ઘણા દિગ્ગજોના જડબા તોડનાર લિજેન્ડનું ઘર
ઉન્મુક્ત કરશે સેહવાગને આઉટ, અપરાજીત રૈના માટે ખતરો?
પહેલા તોડ્યો 24 વર્ષ જૂનો રેકોર્ડ, પછી બનાવ્યો ધોનીને મહાન


 

Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment