રોષમાં ખોયો હતો હોશ, આજે પણ પસ્તાય છે સૌરવ ગાંગુલી
Agency, Kolkata
| Jul 09, 2012, 12:38PM IST
- ભૂતપૂર્વ ભારતીય સુકાનીને પોતાના એક નિર્ણયનો આજે પણ છે અફસોસ
રવિવારે પોતાનો 40મો જન્મ દિવસ ઉજવનારો ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી પોતાના એક નિર્ણયને લઈને આજે પણ પસ્તાઈ રહ્યો છે. 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા ગાંગુલીનું કહેવું છે કે તે તેની કારકિર્દી બે વર્ષ સુધી લંબાવી શક્યો હોત.
113 ટેસ્ટ મેચની કારકિર્દી બાદ ગાંગુલીએ ચાર વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ આઈપીએલની ચાર સીઝન ઉપરાંત બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો.






