ગાંગુલીની ગર્જના, ‘હજી IPLમાં પૂરી નથી થઈ મારી કારકિર્દી’
Agency, Kolkata
| Jul 09, 2012, 17:05PM IST
ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે ત્યાર બાદ પણ તે ક્રિકેટથી દૂર ગયો નથી અને તે પછી તે બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યો હતો.
એટલું જ નહીં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વર્ષ સુધી તેણે કોલકાતા નાઈટ રાઈડર્સનું સુકાની પદ પણ સંભાળ્યું હતું. જો કે આઈપીએલમાં ગાંગુલી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. તેમાં પણ આઈપીએલ-5માં તેની આગેવાનીવાળી પૂણે વોરિયર્સની જે હાલત થઈ હતી તે જોઈ આઈપીએલમાં તેની કારકિર્દી પૂરી થઈ ગઈ હોવાનું બધા લોકો માને છે.






