ઓસ્ટ્રેલિયન કોચ મિકી આર્થરને આશા છે કે વર્તમાન ત્રિકોણીય શ્રેણીના અંત ભાગ સુધીમાં ઓલરાઉન્ડર શેન વોટસન ટીમમાં પાછો ફરશે. જોકે આર્થરે કોઇ સમયમર્યાદા જણાવવાનો ઇનકાર કર્યો હતો. વોટસન શનિવારે સ્થાનિક વન-ડે મેચમાં રમીને ઓસી. પસંદગીકારો સામે પોતાની ફિટનેસ પુરવાર કરશે.