ચાઇનીઝ તાઇપેઇની ક્વોલિફાયર સુ-વેઇ સુઇ સામેની ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા મિર્ઝાનો પરાજય થતાં પતાયા ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની સિંગલ્સમાં ભારતીય ખેલાડીના અભિયાનનો અંત આવ્યો હતો.
સાનિયાનો ૫-૭, ૩-૬થી પરાજય થયો હતો. જોકે સાનિયાએ ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશીને ટાઇટલ જીતવાની આશાને જીવંત રાખી હતી. ૧૧૧મો ક્રમાંક ધરાવતી સાનિયા સિંગલ્સના મુકાબલામાં એક કલાક અને ૨૦ મિનિટના સંઘર્ષ બાદ હારી હતી.
ડબલ્સ ઇવેન્ટમાં સાનિયા અને તેની ઓસ્ટ્રેલિયન સાથીદાર એનેસ્તેશિયા રોડિયોનોવાએ ક્વાર્ટર ફાઇનલમાં પતાયાની વરાતછાયા તથા વરુન્યા વોંગટીન ચાઇ સામે ૬-૪, ૬-૩થી વિજય મેળવ્યો હતો. સાનિયા અને રોડિયોનોવા સેમિફાઇનલમાં અમાનમુરાદોવા તથા કિમિકો ડેટ-ક્રમ સાથે ટકરાશે.