ભારતની સ્ટાર મહિલા ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની રશિયન સાથીદાર ઇલેના વેસનિનાની જોડીએ ડબ્લ્યૂટીએ એએસબી ક્લાસિક ટેનિસ ટૂનૉમેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
સાનિયા અને વેસનિનાની જોડીએ બુધવારે વિમેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની સાબિન લિસેસ્કી તથા ચીનની પેગ શુઆઇ સામે રમવાનું હતું.
લિસિસ્કી બીમાર થઇ જતાં જર્મની અને ચીનની જોડી ટેનિસ કોર્ટ પર ઊતરી શકી નહોતી જેના કારણે સાનિયા અને વેસનિનાને વોકઓવર મળ્યો હતો. સાનિયા અને વેસનિનાની જોડીએ પ્રથમ રાઉન્ડમાં ઇરાકોવિચ અને મારિનોની જોડીને ૬-૪, ૭-૫થી હરાવી હતી.