Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Other Sports
 

ઓસ્ટ્રેલિયન ઓપન: પ્રારંભે જ સાનિયા મિર્ઝા આઉટ

 
Source: Agency, Melbourne   |   Last Updated 11:27 PM [IST](16/01/2012)
 
 
 
 
 

સાનિયા સળંગ ત્રીજા વર્ષે પ્રથમ રાઉન્ડમાં હારી, ફેડરર, નાદાલ, ટોમિક, ક્લાઇસ્ટર્સનો વિજય

એક તરફ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમ કંગાળ દેખાવ કરી રહી છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટના પ્રારંભે જ ભારતને નિરાશા સાંપડી હતી. ભારતની એકમાત્ર આશા એવી સાનિયા મિર્ઝા સોમવારે ટૂનૉમેન્ટના પ્રથમ દિવસે જ ફેંકાઈ ગઈ હતી.

વર્ષની સૌપ્રથમ ગ્રાન્ડસ્લેમ એવી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનૉમેન્ટનો સોમવારથી અહીં પ્રારંભ થયો હતો અને એ સાથે જ સાનિયા મિર્ઝા વિમેન્સ સિંગલ્સમાંથી આઉટ થઈ ગઈ હતી. જોકે ઓસ્ટ્રેલિયાનો ૧૯ વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી બનૉર્ડ ટોમિક તથા વિમેન્સ સિંગલ્સમાં ગઈ વખતની ચેમ્પિયન કિમ ક્લાઇસ્ટર્સ અને ગયા વર્ષની રનર્સ અપ ચીની ખેલાડી ના લીએ પોતપોતાની પ્રથમ મેચ જીતીને ટૂનૉમેન્ટનો શુભારંભ કર્યો હતો.

ટૂનૉમેન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં આ વખતે એકમાત્ર સાનિયા મિર્ઝા જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. સોમદેવ દેવબર્મન આ ટૂનૉમેન્ટમાંથી ખસી ગયો હતો. બલ્ગેરિયાની સ્વેતાના પિરોનકોવા સામેની પ્રથમ રાઉન્ડની મેચમાં સાનિયાનો ૬-૪, ૬-૨થી સીધા સેટમાં પરાજય થયો હતો. માત્ર ૮૮ મિનિટ ચાલેલી મેચમાં સાનિયાએ વારંવાર ડબલ ફોલ્ટ્સ નોંધાવ્યા હતા તથા હરીફ ખેલાડીના આક્રમણ સામે પ્રતિકાર કરી શકી ન હતી. સાનિયાએ પ્રથમ સેટ ૪૭ મિનિટમાં ગુમાવ્યો હતો પરંતુ બીજા સેટમાં તો તે જરાય લડત આપી શકી ન હતી.

સાનિયા આ સાથે સળંગ ત્રીજા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાંથી ફેંકાઈ ગઈ છે. ૨૦૧૦ અને ૨૦૧૧માં તે પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી. ૨૦૦૮માં તે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી હતી.

દરમિયાન મેન્સ સિંગલ્સમાં ત્રીજા ક્રમના રોજર ફેડરરને પોતાની પ્રથમ રાઉન્ડની મેચ જીતવા માટે ખાસ પરિશ્રમ કરવો પડ્યો ન હતો. રશિયાના એલેકઝાન્ડરને તેણે ૭-૫, ૬-૨, ૬-૨થી હરાવ્યો હતો. ફેડરરના કટ્ટર હરીફ રફેલ નાદાલે અમેરિકાના એલેક્સ કુઝનેત્સોવને ૬-૪, ૬-૧, ૬-૧થી સીધા સેટમાં હરાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના યુવાન અને પ્રતિભાશાળી ખેલાડી બનૉર્ડ ટોમિકે બાવીસમા ક્રમના સ્પેનશિ ખેલાડી ફનૉન્ડો વર્ડેસ્કોને ૪-૬, ૬-૭ (૩-૭), ૬-૪, ૬-૨, ૭-૫થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. પ્રથમ બે સેટ ગુમાવવા છતાં ટોમિકે જોરદાર લડત આપી હતી અને બાકીની સેટમાં હરીફ ખેલાડીને જીતવા દીધો ન હતો. પાંચમો અને અંતિમ સેટ એક કલાકથી વધારે સમય ચાલ્યો હતો જેને અંતે અત્યંત રસાકસીપૂર્ણ મેચમાં ટોમિકનો વિજય થયો હતો. સવા ચાર કલાક ચાલેલી મેચમાં વારંવાર ચડાવ ઉતાર આવ્યા હતા જેમાં ત્રીજો અને ચોથો સેટ ટોમિકે આસાનીથી જીતી લીધો હતો પરંતુ પાંચમા સેટમાં બંને ખેલાડીએ મચક આપી ન હતી. અંતે ૫-૫ના સ્કોર બાદ ટોમિકે સળંગ બે પોઇન્ટ લઈને સેટ તથા મેચ જીતી લીધી હતી.

વિમેન્સ સિંગલ્સમાં ગયા વર્ષની ચેમ્પિયન કિમક્લાઇસ્ટર્સે બીજા રાઉન્ડમાં પ્રવેશવા માટે પોર્ટુગલની મારિયા જાઓ કોહલેરને ૭-૫, ૬-૧થી હરાવી હતી તો ગયા વર્ષની રનર્સ અપ અને હાલની પાંચમા ક્રમની ના લીએ કઝાકસ્તાનની કેસેનિનાને ૬-૩, ૬-૧થી હરાવી હતી. બેલારસની ત્રીજા ક્રમની વિક્ટોરિયા અઝારેન્કાએ બ્રિટનની હેથર વોટ્સનને ૬-૧, ૬-૦થી હરાવીને આગેકૂચ કરી હતી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.