સાનિયા મિર્ઝાએ એન્ને કેઓથવાંગને 6-4, 7-5થી પરાજય આપીને પતાયા ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એક કલાક અને 40 મિનિટના સંઘર્ષ બાદ સાનિયાએ તેની બ્રિટિશ પ્રતિસ્પર્ધીને પરાજય આપ્યો હતો.
સાનિયા તેની ઓસ્ટ્રેલિયન ભાગીદાર અનાસ્તાસિઆ રોડિનોવા સાથે ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પણ પ્રવેશ કરી લીધો છે. આ જોડીએ ફ્રેન્ચની ઈર્યાના બ્રેમન્ડ અને કેરોલિનને 6-0, 6-2થી પરાજય આપ્યો હતો.