યુ.એસ. ઓપનની ચોથી મેચ જીતીને સાનિયા મિર્ઝા બીજા રાઉન્ડમાં પહોચી ગઈ છે પણ સોમદેવ દેવવર્મન તેની મેન્સ સીંગલની પહેલી મેચમાં હારતા ટુર્નામેન્ટમાંથી જ બહાર ફેંકાઈ ગયો છે.
સાનિયાએ પહેલા રાઉન્ડમાં જ એક આસાન મેચમાં પોર્ટુગલની મિશેલ લાર્ચર ડે બ્રીટોને 6-3, 6-2થી હરાવી હતી. સાનિયા વુમન્સ સીંગલમાં ક્વોલીફાય તરીકે પ્રવેશી હતી.સોમદેવ મેન્સ સીંગલની પહેલા રાઉન્ડની મેચમાં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે 3-6, 4-6, 3-6થી હારી ગયો હતો. ઉલ્લેખનીય છે કે તેને પહેલી જ વાર ગ્રાન્ડ સ્લેમમાં સીધો જ પ્રવેશ મળ્યો હતો.
આ મેચ હારતા સોમદેવ હવે ગ્રાન્ડ સ્લેમમાં આગળ નહિ વધી શકે. તે ઓસ્ટ્રાલિયન ઓપન અને વિમ્બલડન ઓપન માટે ક્વોલીફાઈ કરવામાં અસફળ રહ્યો હતો જ્યારે ફ્રેન્ચ ઓપનના પહેલા જ રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગયો હતો. અત્યાર સુધીમાં સ્લેમસમાં ગત વર્ષે રમાયેલ યુ.એસ.ઓપનના બીજા રાઉન્ડમાં તેનો દેખાવ સૌથી સારો રહ્યો છે.
સાનિયાએ એક કલાક અને સત્તર મિનીટમાં મેચનો અંત આણી દીધો હતો. તે બીજા રાઉન્ડમાં રશિયાની ઉચ્ચ ખેલાડી અનાસ્તાસીયા પાવલ્યુચેનકોવા સામે રમશે. હુ હજી મેદાન પર ઉતરીને સળંગ ચાર મેચ જીતી શકી છુ એ વાત મને એ વાત મારો આત્મવિશ્વાસ વધારે છે અને એ અહેસાસ કરાવે છે કે મારામાં હજી પણ તાકત છે, એવુ આ ભારતીય નબંર 1 મહિલા ખેલાડીએ પોતાની જીત બાદ જણાવ્યુ હતું.
હુ બસ એને માણવાની છુ. જ્યારે હુ ક્વોલીફાયના પહેલા રાઉન્ડમાં જીતી હતી ત્યારે ખૂબ જ ખુશ હતી અને આજે ફરી ખુશ છુ. તે વધુમાં કહે છે કે મને ન્યૂ યોર્કમાં હાર્ડ કોર્ટ પર રમવુ બહુ જ ગમે છે અને હુ અહીં સારુ રમુ છુ, તેમ સાનિયાએ કહ્યું હતું. 2005થી તેના નબળા રેન્કિંગને કારણે તેને ગ્રાન્ડ સ્લેમનાં ક્વોલીફાય રાઉન્ડમાં રમવાની ફરજ પડાઈ હતી.
નબળા ફોર્મ અને કાંડાની ઈજાને કારણે સાનિયા હાલમાં વિશ્વમાં 159મા રેન્ક પર છે.