Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Other Sports
 

સાઇનાનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

 
Source: Agency, Paris   |   Last Updated 12:00 AM [IST](28/08/2010)
 
 
 
 
 
વિમેન્સ મિક્સ તથા મેન્સ ડબલ્સમાં ભારતનાં અભિયાનનો અંત, જવાલા ગટ્ટા અને દિજુની જોડી આઉટ

ભારતની મેન્સ અને વિમેન્સ ડબલ્સ ટીમો પોતપોતાના મુકાબલા હારી જતાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઇ ગઇ છે.

મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ જવાલા ગટ્ટા અને વી. દિજુની જોડીનો સાઉથ કોરિયાના સુંગ યુન કો અને જુંગ યુન સામે સીધા સેટમાં પરાજય થયો હતો.

નવમો ક્રમાંક ધરાવતી ભારતીય જોડીનો ૧૬-૨૧, ૧૯-૨૧થી પરાજય થયો હતો. ૧૨મો ક્રમાંક ધરાવતી કોરિયન જોડીએ ૩૧ મિનિટમાં ક્વાર્ટર ફાઇનલ જીતી લીધી હતી.

વિમેન્સ સિંગલ્સમાં જવાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પા શાનદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહી હતી અને તેમનો છઠ્ઠી ક્રમાંકિત જુંગ યુન હાન અને મિંગ જુંગ કિમ સામે ૨૧-૧૪, ૨૧-૧૫થી પરાજય થતાં તેમનાં અભિયાનનો અંત આવ્યો હતો. આ મુકાબલો ૨૯ મિનિટ સુધી રમાયો હતો.

મેન્સ ડબલ્સમાં ૧૫મો ક્રમાંક ધરાવતા રુપેશકુમાર અને સનાવે થોમસની જોડી પણ આઠમો ક્રમાંક ધરાવતા ડેનમાર્કના લાર્સ પાસ્કે અને જોનાસ કામમુસેન સામે ૧૬-૨૧, ૨૧-૧૬થી હારી ગઇ હતી.

વિમેન્સ સિંગલ્સમાં પણ સાઇના નહેવાલ હારી જતાં તેના અભિયાનનો અંત આવ્યો હતો. સાનિયાનો ક્વાર્ટર ફાઈનલમાં ચીનની વેંગ-ઝિયાંગ સામે ૨૧-૮, ૨૧-૧૪થી પરાજય થયો હતો. બીજી ગેમમાં સાઇનાએ વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.