સહારા ઈન્ડિયાએ કહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બોર્ડે તેમની વાત ના માની માટે તેમણે સ્પોન્સરશિપને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.
કંપની તરફથી શનિવારે પોતાનું નિવેદન જાહેર કર્યું હોવા છતાં સહારા જૂથના ચેરમેન સુબ્રતો રોયે બપોર બાદ પત્રકાર પરિષધને સંબોધી હતી અને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે બોર્ડને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
- સહારાનો નિર્ણય કમનસીબીભર્યો- બીસીસીઆઈ
જો કે બીસીસીઆઈ એ સહારા ઈન્ડિયા પરિવાર દ્વારા શનિવારે સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધા બાદ અને આઈપીએલની પુણે વોરિયર્સ ટીમમાંથી હટી જવાના નિર્ણયને કમનસીબી ભરેલું ગણાવ્યું છે. બીસીસીઆઈ એ કહ્યું છે કે આ સંબંધમાં તેમને સહારા પરિવાર તરફથી કોઈ લેખિત માહિતી નથી મળી. જો કે બોર્ડે તે સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલની કોઈ ટીમ માટે નિયમ બદલવામાં નહીં આવે.
સહારા પાસે આઈપીએલની પુણે વોરિયર્સ ટીમનો માલિકી હક છે. સહારાએ ભારતીય ટીમ સાથે છેડો ફાડતા બન્ને વચ્ચેના 11 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો છે.