માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હાલમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે અને તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ અધવચ્ચેથી છોડીને પરત આવીને વર્લ્ડકપની તૈયારીઓમાં લાગી ગયો છે.
વર્લ્ડકપ પહેલા તે પોતાની જાતને એકદમ ફ્રેશ રાખવા ઈચ્છે છે અને તેથી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. સચિને પત્ની અંજલી સાથે પોતાના ખાસ મિત્ર બોલિવૂડ અભિનેતા આમિર ખાનની નવી ફિલ્મ ધોબી ઘાટનો આનંદ માણ્યો હતો.
ફિલ્મ પ્રદર્શિત થઈ તે પહેલા યોજાયેલા એક ખાસ શોમાં સચિન પોતાના પરિવાર સાથે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સચિન અને આમિર ખાન વચ્ચે ઘણી સારી મિત્રતા છે.
આમિરે પણ સચિનને વર્લ્ડકપની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે સચિન અને હું ત્યારના મિત્રો છીએ જ્યારે મારી અંદાજ અપના અપના અને દિલ હૈ કી માનતા નહીં ફિલ્મ પડદા પર પણ નહોતી આવી. છેલ્લા 20 વર્ષથી અમારી મિત્રતા છે અને સચિને મારી મોટા ભાગની ફિલ્મો નિહાળી છે.