વિશ્વ ક્રિકેટમાં રેકોર્ડનો હારમાળા સર્જનાર મહાન ખેલાડી સચિન શુક્રવારથી નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યો છે. જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.
ક્રિકેટના મેદાન પર બોલને આકાશ બતાવનાર સચિનને ભારતીય વાયુ સેના કેપ્ટનની ઉપાધીથી સન્માનિત કરી રહી છે. ક્રિકેટમાં બે દશકાના અનુભવના આધારે વાયુસેનાએ તેનો રેન્ક વિંગ કમાન્ડરથી ઉપર રાખવાનું નક્કી કર્યું છે.
વાયુ સેના પ્રમુખ એરચીફ માર્શલ પ્રદીપ વસંત નાઇક દ્વારા વાયુ સેનાના સુબ્રતો ઓડિટોરિયમમાં આયોજીત એક સમારોહમાં સચિનને ગ્રુપ કેપ્ટનના રેન્કથી સન્માનિત કરશે. આ એ તક હશે જ્યારે સચિન ક્રિકેટ યુનિફોર્મમાં નહીં પણ પાયલોટના યુનિફોર્મમાં સજ્જ થયેલો જોવા મળશે.
સચિનને વાયુ સેનાનો ગ્રુપ કેપ્ટન રેન્ક આપવાના પ્રસ્તાવને સુપ્રમિ કમાન્ડર રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટિલે બે મહિના પૂર્વે જ મંજૂરી આપી દીધી હતી. સચિનને વાયુ સેના દિવસે 8 ઓક્ટોબરથી એક મહિના પહેલા આ રેન્ક પ્રદાન કરવામાં આવશે.
આ પેહલા વાયુ સેના જામનગરના નવાબ, ઉદ્યોગ પતિ જે આરડી ટાટા અને લક્ષ્મિપત સિંઘાનિયાને આ માનદ રેન્ક આપી ચુક્યા છે. બીજી તરફ આર્મીએ કપિલ દેવ અને દક્ષિણ ભારતના મશહૂર અભિનેતા મોહન લાલને પોતાના લેફ્ટીનેન્ટ કર્નલની માનદ રેન્ક આપી ચૂક્યા છે.