Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

મેચ-ફિક્સિંગ બાદ સુકાની સચિનનો એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ

 
Source: Divyabhaskar.com   |   Last Updated 12:51 PM [IST](13/01/2011)
 
 
 
 
 

બે દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટના સિનિયર બેટ્સમેન સચિન તેંડુલકરે પ્રથમ વખત કબૂલાત કરી હતી કે 1999-2000ના મેચ ફિક્સિંગ પ્રકરણની તેનાં પ્રદર્શન પર અસર પડી હતી અને ભારતીય ટીમને કપરા તથા મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થવું પડ્યું હતું, કારણ કે ક્રિકેટ સમર્થકો ભારતીય ક્રિકેટરોને શંકાની નજરથી જોતા હતા.

સચિને જણાવ્યું હતું કે 1999-2000ના ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં હું માનસિક રીતે સ્વસ્થ નહોતો. મારો કોઇએ ક્યારેય સંપર્ક સાધ્યો નહોતો અને ટીમની બેઠકોમાં પણ અમે ક્યારેય આ બાબતે ચર્ચા કરી નહોતી. મને યાદ છે કે ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં અમારા માટે રમવું મુશ્કેલ બન્યું હતું.

શ્રેણી પહેલાં એવી વાતો થતી હતી જે એક ક્રિકેટર તરીકે કોઇ પણ સાંભળવા તૈયાર નહોતું. હું હંમેશાં ઇચ્છતો હતો કે લોકો અમને શંકાની નજરે ના નિહાળે અને તેઓ રમતનો આનંદ માણે, તેમ માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું હતું.

ભારતનો તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટીમ માટે અત્યંત શરમજનક રહ્યો હતો. તે પ્રવાસમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભારતીય ટીમનો સુકાની હતો. પરંતુ તે પ્રવાસમાં એવો તો કેવો પરાજય મળ્યો હતો જેનો સચિને આજે પણ અફસોસ છે. આ રહ્યો સચિનની આગેવાનીવાળા ભારતીય ટીમનો 1999-00નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ.

-- અભ્યાસ મેચ:- ક્વીન્સ લેન્ડ વિ. ભારત (26-29 નવેમ્બર 1999 ચાર દિવસીય મેચ)

ચાર દિવસયી અભ્યાસ મેચમાં ટોસ જીતીને ક્વીન્સલેન્ડે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે તેના પ્રથમ દાવમાં વીવીએસ લક્ષ્મણ (113)ની સદી તથા સુકાની સચિન (83)ની અડધી સદીની મદદથી 277 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓ સિવાય અન્ય કોઈ પણ બેટ્સમેન સફળ નહોતો રહ્યો.

જો કે બોલરોનું પ્રદર્શન તો તેનાથી પણ વધારે ખરાબ રહ્યું હતું અને ક્લીન્સલેન્ડે તેના પ્રથમ દાવમાં માર્ટિન લવ (120 રન)અને એન્ડ્રુ સાયમન્ડ્સ (161 રન)ની સદીની મદદથી 401 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. બીજા દાવમાં ભારતનો ધબડકો થતા ટીમ 204 રનમાં જ તંબૂ ભેગી થઈ ગઈ હતી. બીજા દાવમાં લક્ષ્મણે સૌથી વધુ 73 રન નોંધાવ્યા હતા. ક્વીન્સલેન્ડ સામે જીત માટે 81 રનનો લક્ષ્યાંક હતો જે તેણે એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો હતો.

-- અભ્યાસ મેચ:- ન્યુ સાઉથ વેલ્સ વિ. ભારત (2-5 ડિસેમ્બર 1999 ચાર દિવસીય મેચ)

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં ભારતે 93 રને વિજય હાંસલ કર્યો હતો. પ્રથમ દાવમાં ભારતે 185 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ન્યુ સાઉથ વેલ્સે તેના પ્રથમ દાવમાં 231 રન નોંધાવ્યા હતા. જો કે બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન સારૂ રહ્યું હતું અને ભારતે 331 રન બનાવ્યા હતા.જેમાં ગાંગુલીએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. ન્યુ સાઉથ વેલ્સ સામે 286 રનનો લક્ષ્યાંક હતો પરંતુ અનિલ કુંબલેની વેધક બોલિગં સામે ન્યુ સાઉથ વેલ્સ 192 રને ઓલ-આઉટ થઈ ગયું હતું.

-- પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિ. ભારત (50 ઓવરની વન ડે મેચ)

આ વન ડેમાં પણ ભારતનો 164 રને કારમો પરાજય થયો હતો ટોસ જીતીને ભારતે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનના બેટ્સમેન ફિટ્ઝગેરાલ્ડ (115 રન) અને એન્ડ્રુ સાયમન્ડ (101 રન)ની શાનદાર સદીની મદદથી ટીમે 5 વિકેટના નુકસાને 334 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 170 રનમાં જ ઓલ-આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.

-- ભારત વિ. ઓસ્ટ્રેલિયા (પ્રથમ ટેસ્ટ, એડિલેડ ઓવલ 10-14 ડિસેમ્બર 1999)
ઓસ્ટ્રેલિયાનો 285 રને વિજય

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં સુકાની સ્ટીવ વો (150 રન) અને રિકી પોન્ટિંગ (125 રન)ની શાનદાર સદીની મદદથી કાંગારૂ ટીમે 441 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં શેન વોર્નની જાદૂઈ બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતનો પ્રથમ દાવ 285 રને સમેટાઈ ગયો હતો. ભારત તરફથી સુકાની સચિને 61 અને ગાંગુલીએ 60 રન બનાવ્યા હતા.

બીજા દાવમાં યજમાન ટીમે 8 વિકેટે 239 રને તેનો દાવ ડિક્લેર કર્યો હતો. આ સાથે ભારત સામે જીત માટે 396 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જેમાં બીજા દાવમાં ગ્લેન મેકગ્રા અને ડેમિયન ફ્લેમિંગની વેધક બોલિંગ સામે ભારતનો ધબડકો થયો હતો અને આખી ટીમ 110 રનમાં પેવેલિયન પરત ફરતા ભારતનો 285 રને કારમો પરાજય થયો હતો. ભારતના ચાર ખેલાડીઓ જ ડબલ ફિગર નોંધાવી શક્યા હતા. જેમાં સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.

- ભારત વિ. ઓસ્ટ્રેલિયા (બીજી ટેસ્ટ, મેલબોર્ન 26-30 ડિસેમ્બર 1999)
ઓસ્ટ્રલિયાનો 180 રને વિજય

મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે પ્રથમ દાવમાં ભારતીય બોલરોની ધોલાઈ કરતા 405 રન બનાવ્યા હતા. જેમાં સ્લેટરે સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. આ ઉપરાતં ગિલક્રિસ્ટે 78, પોન્ટિંગે 67 અને સ્ટીવ વોએ 41 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પ્રથમ દાવમાં સુકાની સચિને (116 રન) ફટકારી હતી પરંતુ સામે છેડે કોઈ બેટ્સમેનનો સહકાર ના મળતા ભારતીય ટીમ 238 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. સચિન બાદ ગાંગુલીએ જ સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બ્રેટ લીએ 5 વિકેટ લીધી હતી.

બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 208 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં ગિલક્રિસ્ટ (55 રન) અને માર્ક વો (51 રન)એ અડધી સદી ફટકારી હતી. ભારત સામે 376 રનનો લક્ષ્યાંક હતો. જો કે ઓસ્ટ્રેલિયન બોલરોની વેધક બોલિંગ સામે એક પણ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહોતો અને ભારતીય ટીમ 195 રનમાં ઓલ-આઉટ થઈ જતા યજમાન ટીમનો 180 રને વિજય થયો હતો. ભારત તરફથી મેન ઓફ ધ મેચ બનેલા સુકાની તેંડુલકરે અડધી સદી ફટકારતા 52 રન બનાવ્યા હતા.

- ભારત વિ. ઓસ્ટ્રેલિયા (ત્રીજી ટેસ્ટ, સિડની 2-6 જાન્યુઆરી 2000)
ઓસ્ટ્રેલિયાનો એક દાવ અને 141 રને વિજય
(સિડની ટેસ્ટ ફક્ત ત્રણ દિવસમાં જ પૂરી થઈ હતી

સિડની ટેસ્ટમાં તો ભારતનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમનો પ્રથમ દાવ 150 રનમાં જ સમેટાઈ ગયો હતો. એક પણ ભારતીય બેટ્સમેન ગ્લેન મેકગ્રા અને બ્રેટ લીના ઝંઝાવાતનો સામનો કરી શક્યો નહોતો. મેકગ્રાએ 5 અને લીએ 4 વિકેટ લીધી હતી. ભારત તરફથી ફક્ત સુકાની સચિને જ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. બેટિંગના ધબડકા બાદ બોલિંગમાં પણ ભારતીય બોલરોનું પ્રદર્શન પણ અત્યંત કંગાળ રહ્યું હતું. જસ્ટીન લેંગર (223 રન)ની શાનદાર બેવડી સદી અને રિકી પોન્ટિંગ (અણનમ 141 રન)ની સદીની મદદથી યજમાન ટીમે 552 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

બીજા દાવમાં પણ મેકગ્રાની વેધક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. જો કે વીવીએસ લક્ષ્મણે 167 રન બનાવીને વળતી લડત આપી હતી પરંતુ સામે છેડે તેને કોઈ જ ટેકો નહોતો મળ્યો. લક્ષ્મણે આક્રમક બેટિંગ કરતા 198 બોલમાં 27 ચોગ્ગાની મદદથી 167 રન બનાવ્યા હતા. પરંતુ અંતે ભારતીય ટીમ 261 રનમાં સમેટાઈ જતી ભારતનો એક દાવ અને 141 રને શરમજનક પરાજય થયો હતો.

-- ત્રિકોણીય શ્રેણીમાં ભારતનો કંગાળ દેખાવ

ત્રણ ટેસ્ટ મેચ ઉપરાંત ભારતે ત્રિકોણીય શ્રેણી પણ રમી હતી. જેમાં ત્રીજી ટીમ પાકિસ્તાન હતી પરંતુ આ શ્રેણીમાં પણ ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો.

તે શ્રેણીમાં ભારતે રમેલી વન ડે મેચનું પરિણામ આ પ્રમાણે છે,

ભારત વિ. પાકિસ્તાન - પાકિસ્તાનનો 2 વિકેટે વિજય
ઓસ્ટ્રેલિયા વિ. ભારત – ઓસ્ટ્રેલિયાનો 28 રને વિજય
ઓસ્ટ્રેલિયા વિ. ભારત – ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટે વિજય
પાકિસ્તાન વિ. ભારત – પાકિસ્તાનનો 32 રને વિજય
ભારત વિ. પાકિસ્તાન – ભારતનો 48 રને વિજય
ઓસ્ટ્રેલિયા વિ. ભારત – ઓસ્ટ્રેલિયાનો 152 રને વિજય
પાકિસ્તાન વિ. ભારત – પાકિસ્તાનનો 104 રને વિજય
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – ઓસ્ટ્રેલિયાનો 4 વિકેટે વિજય

આ શ્રેણીમાં બે ફાઈનલ રમાઈ હતી જેમાં બન્નેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.