Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

જ્યારે સચિન આઉટ થતાં જ સ્ટેડિયમમાં હુલ્લડ થયું હતું

 
 
 
Source: Divyabhaskar.com   |   Last Updated 5:20 PM [IST](22/11/2010)
 
|  
 
 
1 of 6 Photos
જ્યારે સચિન આઉટ થતાં જ સ્ટેડિયમમાં હુલ્લડ થયું હતું
Related Photo Features
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 5



ક્રિકેટનો મહાકુંભ એવો આઈસીસી વર્લ્ડ કપ 2011 એશિયમાં રમાવાનો છે. આ કારણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઘણા ખુશ છે. પરંતુ આયોજકોએ જે વાતનું ધ્યાન રાખવાનું છે તે છે ક્રિકેટ પ્રત્યેનું ભારતીય પ્રેક્ષકોનું ઝનૂન. આવા જ ઝનૂને 1996ના વર્લ્ડકપને એક કડવી યાદ બનાવી દીધી હતી.

કેવી રીતે થયું હતું હુલ્લડ

1996ના વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે હતો. કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર તમામ ક્રિકેટ પ્રેમીઓ ટીમ ઈન્ડિયાની જીતની આશાઓ લઈને આવ્યા હતા. સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીનની ટીમના સેમિફાઈનલ સુધીના પ્રદર્શનથી લોકો ખુશ હતા.

પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. આ મેચમાં પણ કંઈક આવુ જ બન્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન બેટ્સમેનોએ આનો ફાયદો ઉઠાવતા શાનદાર 251 રન બનાવ્યા હતા. અરવિંદા ડિસિલ્વા અને રોશન મહાનામાએ અડધી સદી ફટકારી હતી.

હવે ભારતનો દારોમદાર ભારતીય બેટ્સમેનો પર હતો. ઓપનર સચિન તેંડુલકર પર સૌની નજર મંડાયેલી હતી. સચિન પણ લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો અને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ બીજા છેડે ભારતનું વિકેટ પતન થતું રહ્યું હતું. સચિન (65 રન) આઉટ થયા બાદ સુકાની અઝહરૂદ્દીન પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થતા જ ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં સન્નાટો છવાયો હતો.

બાદમાં તો ભારતીય ટીમે શસ્ત્રો જ હેઠા મૂકી દીધા હતા. બેટ્સમેનોમાં જાણે પેવેલિયન પરત ફરવાની સ્પર્ધા જામી હોય તેમ રમવા માંડ્યા હતા અને આઉટ થવા માંડ્યા હતા. આ જોઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેમણે મેદાનમાં ભારતીય ટીમનો હૂરીયો બોલાવ્યો હતો તથા તોડફોડ કરી દીધી હતી. મામલો એટલો આગળ વધી ગયો હતો કે ભીડ પર કાબૂ મેળવવા માટે સ્પેશ્યલ સિક્યુરિટી ફોર્સને બોલાવવી પડી હતી.

કોલકત્તાનું ઈડન ગાર્ડન સ્ટેડિયમ કોઈ છાવણીમાં બદલાઈ ગયુ હતું. યજમાન પ્રેક્ષકોનું આવુ વર્તન જોઈને મેચ રેફરી ક્લાઈવ લોઈડે શ્રીલંકન ટીમને વિજેતા જાહેર કરી દીધી હતી. મેચને જ્યારે અટકાવવાની ફરજ પડી હતી ત્યારે ભારતે 251 રનના જવાબ આઠ વિકેટે 120 રન બનાવ્યા હતા.

આ ઘટનામાંથી કંઈક પાઠ શીખવો પડશે

હવે 14 વર્ષ બાદ ફરી એક વખત ભારતીય ધરતી પર વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે આયોજકોએ ધ્યાન રાખવું પડશે કે ક્રિકેટ પ્રેમીઓ ફરી એક વખત ભાવનાઓમાં તણાઈને આવી સ્થિતિ ઉભી ના કરી દે. વર્લ્ડ કપની શરૂઆત 19 ફેબ્રુઆરી 2011ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચથી થશે.


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.