Advertisement
Home >> Sports >> Cricket >> Expert Comments >> Sachin Sehwag And Gambhir Fail To Deliver In Test

ત્રણ અનુભવી ખેલાડીથી ટીમ ઈન્ડિયાને છે ખતરો?

divyabhaskar.com | Sep 04, 2012, 14:22PM IST
 
 


રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ખેલાડીઓ વગર ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કરી દીધા. હૈદરાબાદમાં એક દાવ અને 115 રને વિજય હાંસલ કર્યા બાદ ભારતીય ટીમે બેંગલોરમાં પણ કિવિ ટીમને પાંચ વિકેટે કચડી નાંખી. પરંતુ આ જીતમાં ભારતને એક વાતે નિરાશ કર્યા અને તે છે સીનિયર ખેલાડીઓનું પ્રદર્શન. ભારત માટે આ મોટી ચિંતાનો વિષય છે.

ન્યૂઝીલેન્ડ સામે 2-0થી ટેસ્ટ શ્રેણી જીતાડવામાં ભારતની યુવા બ્રિગેડનો મોટો ફાળો રહ્યો. ખાસ કરીને બેટિંગમાં સીનિયર્સના સ્થાને આવેલા યુવા ખેલાડીઓનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા. સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પોતાની ભૂમિકા ભજવતા ટીમના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

પરંતુ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા સ્ટાર બેટ્સમેનો આખી શ્રેણીમાં સુસ્ત દેખાયા હતા. ત્રણેય દિગ્ગજોના બેટ કિવિ ટીમના નવયુવાનીયા અને બિનઅનુભવી બોલરો સામે એકદમ મૌન રહ્યા. તેવામાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી શ્રેણીમાં તેઓ કેવો દેખાવ કરશે તે એક ચિંતાનો વિષય છે.

આ રસપ્રદ ઘટનાએ કર્યું સાબિત, હવે સચિન નથી યુવાન
5 STARS: આ ખેલાડીઓએ ભારતને અપાવી ઐતિહાસિક જીત
IN PICS: ટીમ ઈન્ડિયાએ આ સ્ટાઈલથી કીવીઝને પછાડી
અને ગુસ્સે ભરાયેલો કિવિ સુકાની ટેલર બોલ્યો ગાળ
કિવિ સામે અશ્વિનનો આતંક, બન્યો આવો પ્રથમ ભારતીય બોલર


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment