Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

2010: ભારતની સફળતા અને સચિનની સિદ્ધિઓનું વર્ષ

 
Source: Divyabhaskar.com   |   Last Updated 2:41 AM [IST](31/12/2010)
 
 
 
 
 
નસીબના બળીયા એવા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2010માં પોતાની શાનદાર સફળતાઓ સાથે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમમાં પોતાની બાદશાહત જાળવી રાખી છે. જ્યારે રેકોર્ડ્સ અને સિદ્ધિઓમાં સચિન તેંડુલકરે તમામ દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.

- ટેસ્ટની બાદશાહત યથાવત

ભારતે વર્ષ 2009ના અંતમાં પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જેમાં 2010માં એક પણ ટેસ્ટ શ્રેણી ના ગુમાવતા આ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે વર્ષનો અંત પણ ડરબન ટેસ્ટ 87 રને જીતીને લાવ્યો છે.

આ વર્ષે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમી, પરંતુ એક પણ શ્રેણીમાં ભારતને હારનો સામનો નથી કરવો પડ્યો. ભારતે બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી જીતી તો દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા સામેની શ્રેણી ડ્રો કરાવી હતી. જ્યારે ચાલી રહેલી શ્રેણીને પણ હાલમાં ભારતે સરભર કરી દીધું છે.

- સિદ્ધિઓ મેળવી સચિન બન્યો સુપર સચિન

ટીમ ઈન્ડિયાની ઝળહળતી સફળતા દરમિયાન રેકોર્ડના રાજા સચિન તેંડુલકરે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. આ વર્ષ સચિનની કારકિર્દીનું સૌથી યાદગાર વર્ષ રહ્યું છે. સચિને આ વર્ષમાં વન ડમાં બેવડી સદી ફટકારીને એક ઈતિહાસ રચી દીધો. ટેસ્ટ મેચમાં 14,000 રન પૂરા કર્યા. ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર એકના સ્થાને પહોંચ્યો હતો. કારકિર્દીમાં પ્રથમ વખત એક કેલેન્ડર વર્ષમાં 1500થી વધારે રન બનાવ્યા અને ટેસ્ટમાં 50 અડધી સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો. સચિનની આ સિદ્ધિઓને ધ્યાનામાં રાખતા આઈસીસીએ તેને વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો.

- એક પણ શ્રેણી ના ગુમાવી

ભારતે વર્ષની શરૂઆત બાંગ્લાદેશમાં બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી જ્યારે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમેલી બે ટેસ્ટ મેચની શ્રેણીને 1-1થી સરભર કરી હતી. ભારતે શ્રીલંકામાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીને પણ 1-1થી સરભર કરી હતી. જ્યારે ભારતીય ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ક્લીન સ્વીપ કરીને શ્રેણીને 2-0થી જીતી લીધી હતી.

ભારતના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ પ્રસંગ હતો જ્યારે તેણે ઓસ્ટ્રેલિયાને વ્હાઈટ વોશ કર્યો હતો. ભારતે બાદમાં ન્યૂઝીલેન્ડને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી ફતેહ હાંસલ કર્યો હતો.

- 2010માં લક્ષ્મણ બન્યો વેરી વેરી સ્પેશિયલ

આ વર્ષે વીવીએસ લક્ષ્મણે પણ વેરી વેરી સ્પેશિયલ પ્રદર્શન કર્યુ છે જે હંમેશા યાદગાર રહેશે. સૌ પ્રથમ લક્ષ્મણે કોલંબો ખાતે પી સારા ઓવલ મેદાનમાં શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટમાં અણનમ 103 રન ફટકાર્યા હતા અને ભારતને પાંચ વિકેટે જીત અપાવી હતી. આ વિજયની મદદથી જ ભારત શ્રેણીને 1-1થી સરભર કરી શક્યું હતું.

બાદમાં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ લક્ષ્મણે સંકટમોચકની ભૂમિકા ભજવી હતી અને પીઠનો દુખાવો હોવા છતાં અણનમ 73 રન બનાવીને ભારતને એક વિકેટે રોમાંચક અને દિલધડક વિજય અપાવ્યો હતો.

બાદમાં અમદાવાદ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટને કોણ ભૂલી શકે છે. બીજા દાવમાં 15 રનમાં ભારતની પાંચ વિકેટ પડી ગઈ હતી ત્યારે લક્ષ્મણે 91 રન બનાવીને મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બેટ્સમેનો માટે માથાનો દુખાવો બનેલી ડરબનની પિચ પર પણ લક્ષ્મણે જ બીજા દાવમાં 96 રન બનાવીને ભારતના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

- વન ડેમાં પણ ટીમ ઈન્ડિયાની ધૂમ

ટેસ્ટની જેમ જ વન ડેમાં પણ ટીમ ઈન્ડિયાનો જલવો રહ્યો. માસ્ટર બ્લાસ્ટર સચિને વન ડેમાં બેવડી સદી ફટકારી તો યુવા ક્રિકેટર વિરાટ કોહલી પણ વર્ષનો નંબર એક ભારતીય બેટ્સમેન બની રહ્યો.

માસ્ટર બ્લાસ્ટર સચિને ગ્વાલિયર ખાતે એક ઐતિહાસિક ઈનિંગ્સ રમી અને અણનમ 200 રન ફટકારીને ક્રિકેટ ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડી દીધો. આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો. જ્યારે વિરાટ કોહલીએ તેની વિરાટ પ્રતિભાના દર્શન કરાવતા વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પણ પાક્કુ કરી લીધી હતું. કોહલીએ વર્ષ 2010માં 25 મેચમાં 995 રન બનાવ્યા જેમાં ત્રણ સદી અને ચાર અડધી સદી સામેલ છે. આ વર્ષે વન ડેમાં પણ ભારતીય બેટ્સમેનો ટોચ પર રહ્યા છે.

કોહલી બાદ બીજો નંબર આવે છે ઓપનર ગૌતમ ગંભીરનો, કે જેણે 14 મેચમાં બે સદી સહિત 670 રન બનાવ્યા. આ બન્ને સદી ગંભીરે ન્યૂઝીલેન્ડ સામે મારી હતી. ન્યૂઝીલેન્ડ સામે ગંભીરે નેતૃત્વ કર્યુ હતું અને પાંચ વન ડે મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઈવોશ કર્યો હતો.

ભારતે આ વર્ષે કુલ 27 મેચ રમી હતી જેમાં 17માં જીત મેળવી અને 10માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની શ્રેણીમાં 2-1થી પરાજય આપ્યો. આ જ શ્રેણીમાં સચિને વન ડેમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ નોંધાવી હતી.

ભારતને સૌથી મોટી સફળતા એશિયા કપના રૂપમાં મળી હતી. શ્રીલંકામાં આયોજીત એશિયા કપમાં ભારતે ફાઈનલમાં શ્રીલંકાને 81 રને પરાજય આપીને ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો. ભારતે કાંગારૂઓ સામેની ત્રણ વન ડે મેચની શ્રેણીને 1-0થી જીતી લીધી હતી. શ્રેણીની બે મેચ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પણ 5-0થી કચડી નાંખ્યુ હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.