સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે પેટ સામ્પ્રાસના ભૂતપૂર્વ કોચ પોલ એનાકોનને વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટ તથા બાકીની કેટલીક સ્પર્ધા માટે કોચ તરીકે કરારબદ્ધ કર્યા છે. ફેડરર અને એનાકોન વચ્ચે છેલ્લા એક મહિનાથી વાટાઘાટ ચાલી રહી હતી.
ફેડરરે જણાવ્યું હતું કે લાંબી વાતચીત બાદ અમે બંનેએ જોડાવાનો નિર્ણય કર્યો છે. એનાકોને અગાઉ સામ્પ્રાસ, મરાત સાફિન અને બ્રિટનના ટિમ હેનમેનને માર્ગદર્શન આપ્યું હતું અને તેઓ બ્રિટન ટેનિસ એસોસિયેશનના હેડ કોચ છે.