ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં રમવાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ખભાની સર્જરીને કારણે છેલ્લા લગભગ ૧૨૫ દિવસથી હું ક્રિકેટ રમી શક્યો નથી.
હવે ફિટ થઈ ગયો છું અને મને સાઉથ આફ્રિકા જવાની તક મળી છે ત્યારે મને લાગે છે કે ત્યાંની પરિસ્થિતિ મને સફળતા અપાવશે.
આઈપીએલમાં ચેન્નાઈ સામેની મેચમાં હું ઘાયલ થયો હતો જેને કારણે મારે સર્જરી કરાવવી પડી હતી. મને વિશ્વાસ છે કે હવે હું સંપૂર્ણ ફિટ છું તેમ છતાં હું મારા માટે કોઈ લક્ષ્યાંક નક્કી કરવા માગતો નથી.
ભારતમાંથી ક્વોલિફાઇ થયેલી ટીમ માટે ગયા વર્ષની ચેમ્પિયન્સ લીગ ખાસ નોંધપાત્ર રહી ન હતી. એ વાત સાચી છે કે અમે અન્ય ટીમની માફક એક નથી. હું અંગત રીતે સાઉથ આફ્રિકામાં રમવામાં આનંદ અનુભવું છું અને ત્યાંની ઘણી સુખદ યાદગીરી પણ મારી સાથે છે. (ગેમ પ્લાન)