પ્રથમ બે વનડે હારીને પાકિસ્તાન સામે શ્રેણી હારી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ દિલ્હી ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં અવિશ્વનીય પ્રદર્શન કરીને જીત નોંધાવી. ભારત વ્હાઈટવોશમાંથી બચી ગયું પરંતુ પાકિસ્તાન 2-1થી શ્રેણી જીતી ગયું.
ફિરોઝ શાહ કોટલાના મેદાન પર બેટ્સમેનો ફ્લોપ રહ્યા પરંતુ બોલરોએ ઘાતક પ્રદર્શન કરીને પાકિસ્તાનને 10 રને પરાજય આપ્યો અને ભારતને વ્હાઈટવોશમાંથી બચાવ્યું. 168 રનના આસાન લક્ષ્યાંક સામે પાકિસ્તાની ટીમ 48.5 ઓવરમાં 157 રને ઓલઆઉટ થઈ ગયું હતું.
આ મેચમાં ભારતની જીતનું એક માત્ર કારણ રહ્યું હતું બોલિંગ, બોલિંગ અને બોલિંગ. ભારતીય બોલરોના ઘાતક પ્રદર્શનના કારણે જ ભારત મેચ જીતી ગયું નહીંતર તેનો વ્હાઈટવોશ નક્કી હતો.
ભારતની આ જીતમાં મુખ્ય પાંચ ખેલાડીઓ હીરો બનીને ઉભર્યા......આવો જોઈએ દિલ્હીમાં ભારતની જીતના પાંચ હીરો.....