- એડિલેડ વનડેમાં સચિન તેંડુલકરને આરામ અપાયો
- રોટેશન નીતિ અંતર્ગત સચિન ટીમની બહાર
- સચિનના સ્થાને ગૌતમ ગંભીરનો થયો સમાવેશ
એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં સચિન તેંડુલકરને અંતિમ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમના આ નિર્ણયથી ભૂતપૂર્વ સુકાની રવિ શાસ્ત્રી ઘણા રોષે ભરાયા છે. શાસ્ત્રીએ કોમેન્ટ્રી બોક્સમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શાસ્ત્રીએ કહ્યું છે કે ટીમમાં સુકાનીની વાતની હવે કોઈ જ કિંમત નથી રહી. સચિનનું બહાર થવું તે આ વાતનું પ્રમાણ છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડેમાં ભારતીય ટીમના અંતિમ ઈલેવનમાં સચિન તેંડુલકર સામેલ નથી. તેના સ્થાને ગૌતમ ગંભીરને સામેલ કરવામાં આવ્યો છે. સચિને પર્થ વનડેમાં શાનદાર 48 રન બનાવ્યા હતા. તેમ છતાં તેને એડિલેડમાં તક આપવામાં આવી નહીં.
શાસ્ત્રીએ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ વિરૂદ્ધ જો તમે તમારી સર્વશ્રેષ્ઠ ટીમ નથી ઉતારતા તો તે તમારી મોટી ભૂલ ગણી શકાય. તેમણે કહ્યું છે કે સચિનનું અંતિમ ઈલેવનમાં ના હોવું તે વાત તરફ ઈશારો કરી રહ્યું છે કે ટીમની પસંદગીમાં હવે સુકાનીનું સાંભળવામાં નથી આવી રહ્યું. એવું થઈ જ ના શકે કે ધોની સચિનને ટીમની બહાર રાખે.