એથેન્સ ઓલમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર રાજ્યવર્ધન રાઠોડે કોમનવેલ્થ શૂટિંગની ટીમનો ભાગ નહીં હોય. રાઠોડે પસંદગી માટે આયોજીત ટ્રાયલ કે જેના આધારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય શૂટિંગ ટીમની પસંદગી કરવામાં આવનાર છે. તેમાં ભાગ લીધો ન હતો. જેના કારણે તેને પસંદગી માટે ડિસક્વોલીફાય કરવામાં આવ્યો છે.
જો કે, હજૂ સુધીએ વાત જાણવા મળી નથી કે, રાઠોડે આ ટ્રાયલમાં ભાગ શા માટે લીધો નથી. પેઇચિંગ ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિંદ્રા અને ગગન નારંગે આ ટ્રાયલમાં હાજરી આપી હતી. જે પુણેમાં ચાલે છે. જ્યાં બુધવારે નેશનલ સિલેક્શનની બેઠક હશે. જેમાં ડબલ ટ્રેપ શૂટર રાજ્યવર્ધન રાઠોડની પસંદગી થઇ શકશે નહીં.
નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી રાજીવ ભાટિયાએ જણાવ્યું છે કે, રાઠોડે ટ્રાયલમાં ભાગ લીધો નથી. જેથી એ વાત સ્પષ્ટ છે કે તેની પસંદગી કરવામાં આવશે નહીં. કારણ કે, તેણે એ પણ જણાવ્યું નથી કે તે શા માટે હાજર રહ્યાં નથી.